વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

કઢાઈમાંથી ગરમ તેલ પડતા દાઝેલી બાળકીનું મૃત્યુઃ સર્પદંશથી મહિલાનું મોત

જામનગર તા.૧૨ ઃ જામનગરના રંગમતી પાર્કમાં રહેતા એક પટેલ પરિવારના ઘેર તહેવાર નિમિત્તે બનાવવાની થતી રસોઈના સ્થળે હાજર બે વર્ષની બાળકીએ કુતૂહલપૂર્વક તેલ જેના પર ઉકડતું હતું તે ચૂલાનો પાયો ખેંચી લેતા તેલ શરીર પર ઢોળાઈ જવાથી આ બાળકીનું મૃત્યુ થયું છે. જ્યારે એક મહિલાનું સર્પદંશથી મૃત્યુ નિપજવા સહિત અપમૃત્યુના ચાર બનાવ પોલીસ દફતરે નોંધાયા છે.

જામનગરના રાજપાર્ક પાસે આવેલા રંગમતી પાર્કમાં રહેતા કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ નામના ગૃહસ્થની બે વર્ષની પુત્રી કશીશ ગઈ તા.૧ના દિને રાંધણ છઠ્ઠ હોવાથી ઘરમાં થઈ રહેલી રસોઈને કુતૂહલપૂર્વક નીહાળી રહી હતી. આ વેળાએ નજીકમાં જેના પર તેલ ગરમ મૂકવામાં આવ્યું હતું તે ચૂલાનો પાયો બાળકીએ ખેંચતા તેના પર ગરમાગરમ તેલવાળી કઢાઈ ઢોળાઈ ગઈ હતી જેથી કશીશ હાથ, પગ અને મ્હોંના ભાગે ગંભીર રીતે દાઝી હતી.

આ બાળકીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ગઈકાલે તેણીનું મૃત્યુ થયું છે. પોલીસે પિતા કલ્પેશભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલા કૈલાશનગરની શેરી નં.પમાં રહેતા લાખાભાઈ પાલાભાઈ ગોજિયા નામના બેતાલીસ વર્ષના આહિર યુવાનને ગઈરાત્રે છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આ યુવાનનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. કરણભાઈ પાલાભાઈ ગોજિયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના શાંતિબેન દેવજીભાઈ નામના પિસ્તાલીસ વર્ષના ભરવાડ પરિણીતાને ગઈકાલે રાત્રિના સમયે હાથમાં સર્પ જેવું કોઈ ઝેરી જનાવર કરડી જતાં આ પરિણીતાને સારવાર માટે ખંભાળિયા દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પતિ દેવજીભાઈ ગણેશજીભાઈ ભરવાડનું નિવેદન નોંધ્યું છે.

દ્વારકા તાલુકાના ગઢેચી ગામમાંથી ગઈકાલે સાંજે અંદાજે ચાલીસેક વર્ષના એક યુવાનને ચક્કર આવતા ઢળી પડયા પછી સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. પોલીસે દેવુભા ઉઢાભા સુમણિયાનું નિવેદન નોંધી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription