ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

જામનગરમાં દુકાન ખાલી કરી નાખવાનું કહી યુવાન પર ચાર શખ્સોએ કર્યાે હુમલો

જામનગર તા.૧૪ ઃ જામનગરના એક દલિત યુવાનને દુકાન ખાલી કરી આપવાનું કહી ગઈકાલે ચાર શખ્સોએ પૂર્વયોજિત કાવતરૃ રચી છરીઓના ઘા ઝીંકતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સપડા પાસે બાઈક સાઈડમાં પાર્ક કરવાનું કહેનાર પોલીસકર્મી સાથે તોછડાઈભર્યું વર્તન કરાતા તેઓએ મોડાના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા દેવાભાઈ રાજાભાઈ પારિયાએ દસેક વર્ષ પહેલા ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે આવેલી શનિવારી બજાર નજીકની ચાંદનીબેન રાજેશભાઈ દત્તાણીની જગ્યા ધંધો કરવા માટે ભાડે રાખી હતી તે જગ્યા અંગે વિવાદ થતા તે બાબતનો અદાલતમાં કેસ કરવામાં આવ્યો છે.

તે દરમ્યાન ચારેક વર્ષ પહેલા કમલેશભાઈ નરોત્તમભાઈ દત્તાણી વગેરેએ દેવાભાઈ પર હુમલો કરી માર માર્યાે હતો જેની ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી તે દરમ્યાન ગઈકાલે ફરીથી કમલેશ તેમજ તેમના પુત્ર કિશન કમલેશભાઈ, મહેન્દ્ર નરોત્તમભાઈ અને દિનેશ નરોત્તમભાઈએ અગાઉથી કાવતરૃ રચી છરી વડે હુમલો કરી દેવાભાઈને તેના ઘા ઝીંક્યા હતા. આ શખ્સોએ જગ્યા ખાલી કરી દેવા માટે દબાણ કરી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ બાબતની દેવાભાઈએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ વાય.એ. દરવાડિયાએ આઈપીસી ૧૨૦ (બી), ૩૨૪, ૫૦૬ (ર) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સપડા સ્થિત સપડેશ્વર ગણેશ મંદિરે ગઈકાલે ગણેશ ચતુર્થી નિમિત્તે સેંકડો ભાવિકો દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે તે માર્ગ પર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચાંપતા પગલા ભરવામાં આવ્યા હતા.

આ વેળાએ સપડા મંદિર તરફ વળવાના રસ્તા પર રોડ વચ્ચે મોડા ગામનો બ્રિજરાજસિંહ પંકજસિંહ સોઢા નામનો શખ્સ પોતાનું બાઈક આડું રાખી બેઠો હોય તેેને પોલીસકર્મી ચંદ્રેશભાઈ એન. પરમારે બાઈક સાઈડમાં  પાર્ક કરવાનું કહેતા આ શખ્સે તેઓની સાથે તોછડાઈભર્યું વર્તન  કરી બોલાચાલી આદરી હતી તેની સામે ચંદ્રેશ પરમારે ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00