ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

ખંભાળીયામાં વગર મંજુરીએ બે દિવસથી ચાલતો લોકમેળો!

ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂભિ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા કે જ્યાં સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર ટોચના અધિકારીઓની સાથે છે, ત્યાં રોજના ૧ થી ૨ લાખ લોકો ઉમટે તેવા શીરેશ્વર મહાદેવના લોકમેળામાં વગર મંજુરીએ અને પ્રજાના જોખમે મોટી સંખ્યામાં ચકડોળ અને રાઈડો સાથે લૂંટમેળા બનેલા આ લોકમેળામાં રાઈડો વગર મંજુરીએ બે દિવસથી ચાલતા સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્રની આબરૃના ધજાગરા ઉડ્યા હતા.

તાલુકા પંચાયત દ્વારા મેળાની હરાજી થાય, ગ્રામ પંચાયત સંચાલન કરે, પોલીસ અને વહીવટી તંત્ર મામલતદાર મંજુરી આપે અને વીમો ઉતારાય, આ તમામ પ્રક્રિયા સરકારી તંત્ર દ્વારા થતી હોવા છતાં ત્રીજ અને ચોથ તંત્રએ મંજુરી ન આપી અને છતાં ચકડોળ ચાલુ રહ્યા અને વહીવટી તંત્રે તમાશો જોતા લોકો લૂંટમેળામાં લૂંટાતા રહ્યા છે!

રાઈડના રૃા.૩૦ થી ૭૦ હતા તેમાં ગઈકાલે મોટા પ્રમાણમાં લોકો ઉમટતા ૭૦વાળી રાઈડના રૃા.૮૦ અને ૯૦ સુધી પહોંચ્યા હતા. અને લોકો લૂંટાયા હતા.

ગેરકાયદે પાર્કીગ રોજના લાખની આવક

મેળામાં જવાના રસ્તે કેટલાક તત્વો એ સરકારી જમીનમાં પાર્કીગ બનાવીને વાહન દીઠ રૃા.૨૦ થી ૫૦ રૃા. વસુલતા હતા, તો ક્યાંક સેવાના નામે તો ક્યાંક ગૌચરા ના નામે સરકારી જમીન પર ગેરકાયદે પાર્કીગ ફ્રી ઉઘરાવતા હોવાથી રોજના લાખ રૃપિયાથી વધુ આવક કરતા હતા. એક જ મેળો ખંભાળિયા થતો હોય ખંભાળીયા તો ઠીક સમગ્ર જિલ્લાની જનતા ઉમટતી હોય અને દર વર્ષે લૂંટમેળો થવા છતાં તંત્ર જોતું જ રહે છે. અને આ વખતે તો વગર મંજુરીએ લૂંટમેળો બે દિવસ ચાલ્યો હવે આજે મંજુરી કદાચ મળે!

અખબારી અહેવાલોનો પડઘો મામલતદાર પી.આઈ. દોડ્યા

ખંભાળીયા શીરેશ્વર મહાદેવનો લોકમેળો લૂંટમેળો બન્યાના અખબારી અહેવાલો તથા આ પૂર્વ જિલ્લાના અધિક કલેક્ટર, ડે.કલેક્ટર તથા જિ.પો.વડા સુધી પણ પહોંચ્યા હતો. જે પછી ખંભાળીયા મામલતદાર ચિંતન વૈષ્ણવ મેળામાં ગયા હતા તથા ગેરકાયદે પાર્કીગ ફ્રી વસુલતા તથા ગેરકાયદે વધુ ભાવ લેતા લોકોને બંધ કરાવ્યા હતા તથા માઈકમાં જાહેરાત કરીને લોકોને ફરિયાદ કરવા અપીલ કરી હતી.

ચકડોળવાળા સાથે બેઠક યોજી

પો.ઈ.અરવિદસિહજી જાડેજાએ પણ ચકડોળવાળા સાથે બેઠક યોજીને વધુ ભાવો ન લેવા સૂચના આપી હતી. શાંતિપૂર્વક મેળો ચાલે અને લોકોને આનંદ મળે તેવી વ્યવસ્થા કરી હતી.

મેળામાં પોલીસની વ્યવસ્થા

દારૃ-જુગારીયા તત્ત્વો સામે કડક પગલાની છાપવાળા પો.ઈ.અરવિંદસિંહ જાડેજાએ મેળાના પ્રારંભમાં જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જેથી આ મેળામાં સામાન્ય રીતે દારૃ પીધેલા આંટા મારતા હોય, છેડતી કરતા હોય તથા વાહનો ચોરતા હોય પણ બે દિવસથી એક  પણ છેડતીનો બનાવ બન્યો નથી કે ચીલઝડપ થઈ નથી કે દારૃ પીધેલ પણ મળ્યા નથી. રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધી પો.ઈ.અરવિંદસિંહ જાડેજા સ્ટાફ સાથે મેળામાં રાઉન્ડ મારતા હોય અને પોલીસ સહાયતા સ્ટોલ દ્વારા વ્યવસ્થા કરાઈ હોય મેળાનો આનંદ લોકો સવારના ચાર વાગ્યા સુધી માણતા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription