ખંભાળીયાના ખોખરીમાં તબીબને ત્યાં પત્રકારોનું ચેકીંગઃ સામસામા આક્ષેપ

ખંભાળીયા તા. ૮ઃ ખંભાળીયાના મોટીખોખરીમાં પ્રેક્ટીસ કરતા એક તબીબને ત્યાં ગઈકાલે કેટલાક પત્રકારોએ ચકાસણી કરી હતી. પત્રકારોએ પૈસાની માંગણી કર્યાનો અને તબીબ ગેરકાયદે પ્રેક્ટીસ કરતા હોવાના સામસામા આક્ષેપ થયા છે.

ખંભાળીયા તાલુકાના મોટીખોખરી ગામમાં ગઈકાલે કેટલાક પત્રકારો એક ડોકટરને ત્યાં ચેકીંગ માટે પહોંચ્યા હતાં. આ તબીબ દર્દીઓને ખોટી રીતે દવા આપતા હોવાની અને પાટાપીંડી સહિતનો વેસ્ટ રોડ પર નિકાલ કરતા હોવાની ઉઠેલી ફરિયાદના ૫ગલે પત્રકારો ચકાસણી માટે ગયા હતાં.

જે પત્રકારો આવ્યા હતાં તેમાના કેટલાક વ્યક્તિઓ પાસે પત્રકારના માન્ય કાર્ડ ના હોય તેમજ કેટલાક પાસે મુદ્દત વીતી ગયેલા કાર્ડ હોય તેઓની સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ડોકટર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ જે તબીબ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે તે ડોકટર ગોજીયા ક્વોલીફાઈડ ડિગ્રી હોલ્ડર છે.

પત્રકારોએ ગેરકાયદે પ્રેક્ટીસની રજુઆત કરી છે તો ડોકટરે ધાકધમકીથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાની રજુઆત કરી છે. ડોકટર્સ એસો. દ્વારા આવા પત્રકારો સામે જિલ્લા પોલીસ વડા તથા અન્ય સંબંધિત ખાતામાં લડત માટે પ્રયત્નો આરંભાતા ચર્ચા જાગી છે.

close
Nobat Subscription