ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

ભાણવડઃ તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ સંપન્ન

ભાણવડ તા. ૧૪ઃ ભાણવડના પુરૃષાર્થ શૈક્ષણિક સંકુલની ખાનગી શાળાના યજમાન પદે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ-ર૦૧૮ ના યોજાયો હતો. સ્પર્ધકોની અલ્પ સંખ્યા તથા સરકારની ઉદાસીનતાના કારણે નારાજગી સાથે સમગ્ર ઉત્સવ ફિક્કો બની રહ્યો હતો.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી, દેવભૂમિ દ્વારકા આયોજીત તાલુકા કક્ષાના યુવા ઉત્સવ-ર૦૧૮ નું આયોજન પુરૃષાર્થ શૈક્ષણિક સંકુલમાં કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આયોજીત આ યુવા ઉત્સવમાં યુવાઓની રૃચિ દિન-પ્રતિદિન ઘટતી જતી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. યુવા ઉત્સવમાં અનેક પ્રકારની સ્પર્ધાઓ જેવી કે, લગ્ન ગીત, લોક નૃત્યુ, એક પાત્રિય અભિનય, હળવું કંઠય સંગીત, શીધ્ર વક્તૃત્વ સહિતની અનેક સ્પર્ધાત્મક કૃતિઓ સામેલ હતી. પરંતુ સ્પર્ધકોની ઉદાસીનતા જુઓ કે, તમામ સ્પર્ધાઓમાં સ્પર્ધકોની સંખ્યા બહુ અલ્પ હતી. તો કેટલીક કૃતિઓમાં સ્પર્ધકોને બીનહરીફ જાહેર કરવા પડ્યા હતાં. જો કે, જેટલા પણ સ્પર્ધકોએ કાર્યક્રમમાં હિસ્સો લીધો હતો તેઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. જો કે, સ્પર્ધકો, વિજેતાઓને પ્રમાણપત્રો પણ આપવામાં સરકારની નિષ્ક્રિયતા સામે આવી હતી.

બીઆરસી કો-ઓર્ડિનેટર નિલેષભાઈ ગાગલીયા, સીઆરસી કો-ઓર્ડિનેટર અશોકભાઈ કણેત, શાળાના આચાર્ય ખુશાલભાઈ શીલુ, કન્વીનર કાજલબેન પાનેરા તથા નિર્ણાયકોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. વિવિધ સ્પર્ધામાં પ્રથમ-દ્વિતય આવનાર સ્પર્ધકોને પ્રોત્સાહન મળી રહે તે માટે પુરૃષાર્થ શૈક્ષણિક સંકુલના પ્રમુખ ભીમશીભાઈ કરમુર તરફથી મોમેન્ટો આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં શાળા પરિવારના આમંત્રણને માન આપીને તેમજ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં શાળાના આચાર્ય ખુશાલભાઈ શીલુ તેમજ નિર્ણાયક કાંતિલાલ કુંડલીયા તરફથી યુવા ઉત્સવના મહત્ત્વ અંગે સમજાવી વધુમાં વધુ યુવાઓ આ પ્રવૃત્તિમાં રૃચિ લેતા થાય એ મુજબનું વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ તેજલબેન દ્વારા કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00