તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

સાત વર્ષથી ઓછી સજા થઈ શકે, તેવા ગુન્હામાં વગર નોટીસે ધરપકડ અયોગ્ય

અલ્હાબાદ તા. ૧રઃ અલ્હાબાદ હાઈકોર્ટે આજે એક મહત્ત્વનો ફેંસલો સંભળાવ્યો છે અને સાત વર્ષથી ઓછી સજા થાય, તેવા ગુન્હામાં વગર નોટીસે ધરપકડને અયોગ્ય ગણાવી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પલીસને કહ્યું કે તે સુપ્રિમ કોર્ટના ર૦૧૪ ના એક આદેશ દ્વારા સમર્થિત સીઆરપીસીની જોગવાઈઓનું પાલન કર્યા વિના એક દલિત મહિલા અને તેની પુત્રી પર હુમલાના આરોપી ચાર લોકોની ધરપકડ ન કરી શકે. કોર્ટે કહ્યું હતું કે, સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં વગર નોટીસે ધરપકડ નહીં થ ાય. આ કેસ આઈસીપીસીની સાથે-સાથે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (ઉત્પીડન નિરોધક) કાયદા હેઠળ દાખલ થયો હતો, પરંતુ કોર્ટે પોલીસને તાત્કાલિક 'નિયમિત' (રૃટિન) ધરપકડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

હાઈકોર્ટની લખનૌ પીઠમાં ન્યાયમૂર્તિ અજય લાંબા અને ન્યાયમૂર્તિ સંજય હરકૌલીની ખંડપીઠે આ આદેશ કર્યો છે. વર્ષ ર૦૧૪ માં હાઈકોર્ટે અર્ણેશ કુમારના મામલે આરોપીની ધરપકડ પર દિશાનિર્દેશોનું સમર્થન કર્યું હતું. સીઆરપીસી કલમ ૪૧ અને ૪૧-એ કહે છે કે સાત વર્ષ સુધી જેલની સજાનો સામનો કરી રહેલા કોઈ આરોપીની ત્યાં સુધી ધરપકડ ન કરવામાં આવે જ્યાં સુધી પોલીસ રેકોર્ડમાં તેની ધરપકડના પર્યાપ્ત કારણો સ્પષ્ટ ન કરવામાં આવે.

હાઈકોર્ટનો આદેશ પર એવું માનવમાં આવ્યું જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (ઉત્પીડન નિરોધક) કાયદાનો દૂરઉપયોગ રોકવા માટે હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલા આદેશને પલટવાની મંશાથી હાલ સંસદે આ કાયદામાં સુધારા માટે એક ખરડો પસાર કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00