વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ભાણવડમાં શ્રાવણી અમાસના મેળામાં લાખ્ખોની જનમેદનીએ મેળાની મોજ માણી

ભાણવડ તા. ૧રઃ ભાણવડમાં આવેલા સુપ્રસિદ્ધ ત્રિવેણી સંગમઘાટમાં દર વર્ષે શ્રાવણી અમાસનો મેળો ઈન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઈન્દ્રેશ્વર મહાદેવ મિત્રમંડળના સહયોગથી યોજવામાં આવે છે, જો કે દર વર્ષના પ્રમાણમાં આ વર્ષે વરસાદ બહું ઓછો હોઈ, મેળાની રંગત ફિક્કી રહેવાની દહેશત સેવાઈ રહી હતી, પરંતુ ગ્રામ્ય અને શહેરી લોકો આ દહેશતને દૂર કરતા મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડ્યા હતાં.

ભાણવડથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલ સુપ્રસિદ્ધ અને ત્રણ નદીઓનો સંગમ થતો હોય, એવા ઐતિહાસિક અને પ્રવાસન ક્ષેત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર પાંડો દ્વારા સ્થાપિત ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભાતિગળ લોકમેળાનું આયોજન કરવામાં  આવ્યું હતું. શનિવારે મોડી સાંજથી શરૃ થયેલ લોકમેળામાં લોકોની ભારે ભીડ રહી હતી. શનિવારે લગભગ આખી રાત મેળામાં ખાસ કરીને શહેરીજનો મહાલ્યા હતાં, તો રવિવાર અને અમાસની વહેલી સવારથી પિતૃઓના તર્પણ માટેનું પાવન અને શ્રેષ્ઠ સ્થળ મનાતા આ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે પિતૃના મોક્ષાર્થે દૂર દૂરથી લોકો પાણી પીવડાવવા ઉમટ્યા હતાં. એક તરફ મેળાની રંગત જામી હતી તો બીજી તરફ પિતૃતર્પણ માટે પણ લોકોની ભીડ લાગી હતી.

અમાસની સવારથી ગ્રામ્ય જનતા મેળાની રંગત માણવા આવી પહોંચી હતી. આસપાસના શહેરોમાંથી પણ લોકો આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળે મેળાની મોજ માણવા આવી પહોંચ્યા હતાં. ટ્રાફિકની સમસ્યા નિવારવા પોલીસ દ્વારા મેળાથી આશરે એક-દોઢ કિ.મી. દૂર વાહનો પાર્ક કરાવવામાં આવ્યા હોવા છતાં લોકો પગપાળા આટલું અંતર કાપીને મેળામાં આવતા હતાં. રવિવારે મોડી સાંજ સુધી ભારે ભીડ જોવા મળી હતી. મેળામાં સ્ટોલધારકોએ પણ ભારે નફો રળ્યો હતો. ખાણી-પીણી, રમકડા, રાઈડ્સના ધંધાર્થીઓથી લઈ નાના-મોટા તમામ ધંધાર્થીઓએ સારી કમાણી કરીહતી. આયોજકોની અપેક્ષા કરતા અનેકગણી મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription