Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અસ્તિત્વમાં ન હોય તેવી પેઢીના રજૂ થયા હતા બીલઃ
જામનગર તા. ૨: જીએસટી વિભાગની ડીજીજીઆઈ ટીમ દ્વારા અંદાજે રૂ.ર૧ર કરોડના એક કૌભાંડની ચલાવાઈ રહેલી તપાસ દરમિયાન જામનગરના એક કારખાનેદારની અટકાયત કરી પૂછપરછ માટે આગળ વધી રહી છે. જાણીતી પેઢીના ભાગીદાર એવા આ આસામી ઉપરાંત અન્ય કેટલાક આસામીઓ પણ આ ટીમના રડારમાં છે.
રાજ્યના જીએસટી વિભાગ દ્વારા કેટલાક આસામીઓ દ્વારા કરોડો રૂપિયાનું બોગસ બીલીંગ કૌભાંડ આચરાયું હોવાની આશંકાથી પોતાની ડીરેકટોરેટ જનરલ ઓફ ઈન્ટેલીજન્સ (ડીજીજીઆઈ) ટીમને તપાસ માટે આદેશ કર્યા પછી અમદાવાદ, ભાવનગર, રાજકોટ તેમજ મુંબઈમાં ગુપ્તરાહે શરૂ થયેલી તપાસ દરમિયાન જામનગરના જયદીપ મુકેશભાઈ વિરાણી નામના શખ્સની અટકાયત કરતા ચકચાર જાગી છે.
કોઈપણ ખરીદી કર્યા વગર જ ૪૭ કંપનીએ જીએસટી સમક્ષ રજૂ કરેલા ૧૧૦.૫૭ કરોડના બીલ અંગે શરૂ થયેલી આ તપાસમાં રૂ.ર૮ કરોડથી વધુની વેરા શાખ મેળવી લેવાયાનું ખૂલ્યું હતું. આગળ ધપતી તપાસમાં જૂનાગઢના એક આસામીની ધરપકડ થયા પછી જામનગરની પટેલ મેટલ ક્રાફટ-એલએલપી નામની પેઢીના ભાગીદાર જયદીપ વિરાણીને દબોચી લેવાયો છે.
આ આસામી પાસેથી કેટલાક દસ્તાવેજ, કોમ્પ્યુટર, ફોન, ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે અને તપાસ આગળ ધપાવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial