વાડીનારની બેંક ઓફ ઈન્ડિયાની ઈન્ટરનેટ સેવા ઠપ્પ

વાડીનાર તા. ૯ઃ વાડીનારની બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ત્રણ દિવસથી ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઈ ગઈ હોય લોકોની પરેશાનીમાં વધારો થયો છે. ટર્નઓવર અટકવા ઉપરાંત એટીએમ પણ બંધ થઈ ગયું છે.

ખંભાળીયા તાલુકાના વાડીનારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ત્રણ દિવસથી ઈન્ટરનેટની સુવિધા બંધ હોય વાડીનાર ઉપરાંત ભરાણા, ટીંબડી, કજુરા, આંબલા, માંઢા, સિંગચ અને જાખર સહિતના આઠ ગામના નાગરિકોને ધક્કા થઈ રહ્યાં છે. નાગરિકો ઉપરાંત વાડીનાર સ્થિત કોસ્ટગાર્ડ, આઈઓસી, સીઆઈએફએસ, કેપીટીના લોકોને પણ મુશ્કેલી થઈ રહી છે. બીએસએનએલની ઈન્ટરરનેટ સુવિધા બંધ રહેવાથી ત્રણ દિવસથી ક્લીયરીંગ થઈ શકતું નથી તેમજ એટીએમ અને પ્રિન્ટર પણ સેવા મુક્ત થઈ ગયા છે. લાખો રૃપિયાનું ટર્નઓવર અટકવા ઉપરાંત નાગરિકોને પણ ધક્કા થઈ પડ્યા છે. ઓછો સ્ટાફ વચ્ચે દરેક ગ્રાહકને યોગ્ય જવાબ મળતો ન હોય નાગરિકો હેરાન થઈ રહ્યાં છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit