મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

અમિત જેઠવા હત્યા કેસમાં દીનુ બોઘા સોલંકી સહિત તમામ સાત આરોપીઓને આજીવન કેદ

અમદાવાદ તા. ૧૧ઃ આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત તમામ સાત આરોપીઓને સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને રૃપિયા રપ હજારથી લઈને રૃપિયા ૧પ લાખ સુધીનો દંડ પણ કર્યો છે.

જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ ૩પ વર્ષિય અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત ૭ આરોપીને સીબીઆઈ જજ કે.એમ. દવેએ હત્યા અને ગુનાઈત કાવતરા હેઠળ દોષિત ઠરાવ્યા છે. ત્યારે આજે સાતેય દોષિતોને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજે આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ રપ હજાર રૃપિયાથી લઈને ૧પ લાખ રૃપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો. જેઠવાની હત્યાના સાતેય આરોપીઓને કોર્ટે આજીવન કેદની સાથે કુલ ૬૦ લાખનો દંડ ફટકાર્યો હતો. તેમાંથી જેઠવાના પરિવારજનોને ૧૧ લાખ અપાશે. જેમાં પાંચ લાખ અમિત જેઠવાની પત્ની અને ૩-૩ લાખ તેના બે સંતાનોને અપાશે. શૈલેષ પંડ્યાને ૧ લાખનો દંડ, ઉદાજી ઠાકોરને રપ હજારનો દંડ, શિવા પચાલને ૮ લાખનો દંડ, શિવા સોલંકીને ૧પ લાખનો દંડ, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) ને ૧૦ લાખનો દંડ, સંજય ચૌહાણને ૧ લાખનો દંડ અને દિનુ બોઘા સોલંકીને ૧પ લાખ દંડ કરાયો હતો. અમિત જેઠવા હત્યા મામલે ૧૯ર સાક્ષીમાંથી ૧પપ સાક્ષી ફરી ગયા હતાં. તેમાંથી દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત ર૭ સાક્ષીઓને સીબીઆઈ કોર્ટે જુબાની લીધી હતી, પરંતુ તેમાં પણ ફરી ગયા હતાં. જેને ધ્યાને રાખીને સીબીઆઈ કોર્ટે ફરી જનાર તમામ સામે કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. સાથે જ એક સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામીના પુત્રના અપહરણ મામલે પણ તપાસ કરીને કોર્ટને રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો.

દોષિત ઠરેલા બોઘાને તેમના ફાર્મ હાઉસના  નોકર રામા હાજાની જુબાની જ ભારે પડી છે. દિનુ બોઘા સોલંકી સહિત સજા પામેલા આરોપીમાં તેમનો ભત્રીજો શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, બહાદુરસિંહ વાઢેર (કોન્સ્ટેબલ), શિવા પંચાલ, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરનો સમાવેશ થાય છે. અમિત જેઠવાની ર૦ જુલાઈ ર૦૧૦ ના હાઈકોર્ટ સામે  આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઈક પર આવેલા બે શખ્સો ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ પછી સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરૃણ બોથરાએ પાંચ નવેમ્બર ર૦૧૩ ના દિનુ બોઘાની ધરપકડ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં અને બોઘા સહિત ૭ આરોપી વિરૃદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.

આ કેસની ટ્રાયલ દરમિયાન ૧પપ સાક્ષી ફરી ગયા હતાં. હાઈકોર્ટમાં હુકમથી ર૭ સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતી, પરંતુ આ સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતાં, જો કે કોર્ટે મહત્ત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની ૧૬૪ હેઠળની જુબાની, ઘટના પાસેથી મળેલું બાઈક, રિવોલ્વર, કારતૂસ, મેડિકલ પુરાવો, મોબાઈલ ફોન કોલ ડિટેલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદે માની રહ્યા છે.

આ કેસની સુનાવણી દરમિયાન ૧૯ર સાક્ષીમાંથી ૧પપ સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઈકોર્ટે મહત્ત્વના ર૭ સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત ર૭ સાક્ષીઓની સીબીઆઈ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઈ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.

જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ ૩પ વર્ષિય અમિત જેઠવાની ર૦ જુલાઈ ર૦૧૦ ના હાઈકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઈએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત ૭ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હીત.

આ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું કે, અમિત જેઠવાએ તે જ દિવસે હાઈકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઈએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઈએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલિન સાંસદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાધુવેન્દ્ર વત્સને સોંપાઈ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોધા સોલંકીને ક્લિનટીચ આપતા ર૦૧ર માં તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારપછી સીબીઆઈને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. ર૦૧૩ માં સીબીઆઈએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.

અમિતના પિતા  ભીખાભાઈએ કહ્યું, ન્યાયતંત્રની જીત થઈ

હત્યા પામેલા અમિતના પિતા ભીખાભાઈ જેઠવાએ પત્રકારોને જણાવ્યું કે આજે મારા પુત્રની હત્યાના ગુનામાં સીબીઆઈ કોર્ટે જે પ્રકારનો ચૂકાદો આપ્યો છે તેનાથી ન્યાયતંત્ર અને સંવિધાનની જીત થઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription