પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

આજે સાંજે રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં વિપક્ષી એક્તાનું શક્તિપ્રદર્શન

નવી દિલ્હી તા. ૧૩ઃ આજે સાંજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ યોજેલી ઈફ્તાર પાર્ટીમાં વિપક્ષોના દિગ્ગજો હાજર રહેનાર હોઈ, આને વિપક્ષી એક્તાના શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે ઈફ્તાર પાર્ટી આપી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી રાહુલની આ સૌ  પહેલી ઈફ્તાર પાર્ટી છે. એવા કયાસ લગાવવામાં આવે છે કે આ પાર્ટી થકી વિપક્ષી એક્તા માટેના પ્રયાસો પણ  હાથ ધરવામાં આવશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીએ ર૦૧પ માં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આને વિપક્ષી એક્તાનું શક્તિપ્રદર્શન ગણાવાઈ રહ્યું છે.

દિલ્હીની તાજ પેલેસ હોટલમાં થનારી રાહુલની આ ઈફ્તાર પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ ઉપરાંત વિપક્ષોના અનેક નેતાઓ ભાગ લેશે. મળતા અહેવાલો મુજબ કર્ણાટકના સીએમ કુમારસ્વામી, જેડીએસના અધ્યક્ષ દેવગૌડા આ ઉપરાંત યુપીના બે મહારથીઓ યાદવ અને માયાવતી હાજર રહે તેવી  શક્યતા છે. કહેવાય છે કે, પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ કોંગ્રેસ તરફથી આ પાર્ટીમાં આવવા માટે કાર્ડ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત મુલાયમ યાદવ, શરદ યાદવ, શરદ પવાર, સિતારામ યેચુરી, તેજસ્વી યાદવ પણ સામેલ થાય તેવી શક્યતા છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હોવાથી તેઓ પણ હાજર રહે તેવી શક્યતા છે, જો કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આમંત્રણ આપવામાં આવ્યું નહીં હોવાનું જાણવા મળે છે.

આ પાર્ટીમાં નેશનલ કોન્ફરન્સના ફારૃક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા પણ હાજર રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ઈફ્તારનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી ઈફ્તારનું આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ ધાર્મિક આયોજન નહીં કરવામાં આવે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription