પી. ચીદમ્બરની થઈ શકે છે ધરપકડઃ દિલ્હી હાઈકોર્ટે ચીદમ્બરના ફગાવ્યા જામીન / ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરમાં આગામી ચાર દિવસ ભારેઃ     સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય / કાશ્મિર માટે શરૃ કરાયેલી હેલ્પલાઈન પર પાકિસ્તાનીઓની ગાળાગાળી / બાંગ્લાદેશમાં આવેલી ઝુપડપટ્ટીમાં લાગી ભીષણ આગઃ  પચ્ચાસ હજાર લોકો બન્યા બેઘર

ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ઉભર્યા યોગી

લખનૌ,તા. ૧૩ઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ચૂંટણી પ્રચાર માટે સૌથી વધારે માંગ ભાજપમાં જોવા મળી રહી છે.

હવે પછી રાજ્યોમાં યોજાનાર છે તે તમામ રાજ્યોમાં યોગી મારફતે પ્રચારની માંગ ઉઠી રહી છે. તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન યોગી સ્ટાર પ્રચારક તરીકે રહ્યા હતા અને ઝંઝાવતી પ્રચાર કરીને તમામને પ્રભાવિત કર્યા હતા. કેરળમાં લાલ આતંકની સામે પણ  પણ ભાજપના મુખ્ય ચહેરા તરીકે યોગી ઉભરી રહ્યા છે.

હવે જ્યારે પાર્ટીનુ ધ્યાન ઉત્તર પૂર્વ પર છે ત્યારે  યોગી સૌથી લોકપ્રિય તરીકે દેખાઇ રહ્યા છે. ત્રિપુરા અને કર્ણાટકમાં યોગી પાસે કેટલીક નવી જવાબદારી પણ આવી રહી છે. ત્રિપુરામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણઁી માટે યોગી બે દિવસ ઝંઝાવતી પ્રચાર કરનાર છે. યોગી રાજ્યમાં નાથ સંપ્રદાયને પ્રભાવિત કરવાના પ્રયાસ કરશે.

યોગી પોતે નાથ સંપ્રદાયના છે. જેથી તેમની માંગ સૌથી વધારે દેખાઇ રહી છે. ત્રિપુરા પછી કર્ણાટકમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સૌથી વધારે માંગ યોગી આદિત્યનાથની રહેલી છે.

ત્રિપુરામાં નાથ સમુદાયના લોકોની સંખ્યા ખુબ મોટી છે. રાજ્યમાં એસસી અને એસટી માટે ૪૮ ટકા ક્વોટા છે. મુખ્યપ્રધાન  યોગી આદિત્યનાથ ભાજપના પ્રથમ સ્ટાર પ્રચારક તરીકે રહેલા છે. તેઓ હિન્દુ ચહેરા તરીકે છે.

હિન્દુ મતદારોને પ્રભાવિત કરવા માટે યોગીની ભૂમિકા ચાવીરૃપ રહેનાર છે. હવે યોગી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન પણ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription