આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

દિગ્વિજય પ્લોટમાં મોટરસાયકલમાં બેસવાનું કહી યુવતી પર હુમલો કરાયો

જામનગર તા.૧૩ ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક યુવતીનો હાથ પકડી મોટરસાયકલમાં બેસી જવાની હઠ કરનાર શખ્સે અને તેના પિતાએ યુવતી તથા તેણીના પિતાને માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.૬પમાં આવેલા એક મેડિકલ સ્ટોર પાસેથી ગઈકાલે બપોરે પસાર થતી એક યુવતી નજીક મોટરસાયકલ પર આવેલા નીતિન રમેશભાઈ દામા અને તેના પિતા રમેશભાઈ દામાએ પોતાનું વાહન રોકાવ્યું હતું.

નીતિન દામાએ તે યુવતીને પોતાના મોટરસાયકલમાં બેસી જવાનું કહેતા આ યુવતીએ ઈન્કાર કર્યાે હતો. આથી નીતિને તેણીનો હાથ પકડી ગાળો ભાંડી હતી. આ વેળાએ ધસી આવેલા તે યુવતીના પિતાએ પોતાની પુત્રીનો હાથ છોડી દેવાનું કહેતા રમેશ દામાએ ત્યાં રોડ પર પડેલો પથ્થર ઉંચકી યુવતીના પિતાને ઝીંક્યો હતો. ત્યાર પછી ઉપરોકત પિતા-પુત્રએ યુવતી તથા તેના પિતાને ગાળો ભાંડી માર માર્યાે હતો. આ બનાવની ગઈકાલે રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પીએસઆઈ વાય.એસ. ગામીતે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૧૧૪, ૩૫૪ (એ) હેઠળ ગુન્હો નોંધી નીતિન તથા તેના પિતા રમેશભાઈ દામાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00