સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જામનગરના એડવોકેટ પર ખોટી ફરિયાદ થયાની રાવ સાથે પાઠવાયું આવેદનપત્ર

જામનગર તા. ૧૬ ઃ જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલા એક ગુન્હામાં ખોટી રીતે એક વકીલનું આરોપી તરીકે નામ દર્શાવાતા ગઈકાલે બાર એસોસિએશને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલી એક જગ્યા બાબતે પોલીસમાં ફરિયાદ થઈ હતી જેમાં વકીલ રસીદ ખીરાને પણ આરોપી તરીકે જોડવામાં આવતા ગઈકાલે જામનગર બાર એસોસિએશન દ્વારા આ ફરિયાદ ઉપજાવી કાઢેલી હોવાની રજૂઆત સાથે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સૂવા, ઉપપ્રમુખ રાજેશ કનખરા, મંત્રી ભાવિન ભોજાણી, સહમંત્રી કિશોરસિંહ ઝાલા, ખજાનચી મનોજ ઝવેરી તેમજ અન્ય વકીલ મિત્રોએ ગઈકાલે સાંજે પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા મુજબ થોડા સમયથી વકીલો સામે ખોટી ફરિયાદો દાખલ થઈ રહી છે જેમાં ગઈ તા.૬ના દિવસે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૮૬, ૪૪૭, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, ૧૨૦ (બી) હેઠળ જે ગુન્હો નોંધાયો છે તે ગુન્હામાં વકીલ રસીદ ખીરાને તેમાં આરોપી બતાવવામાં આવ્યા છે. જ્યારે ખરી હકીકત મુજબ એડવોકેટ્સ એક્ટ હેઠળ પ્રાપ્ત થયેલા અધિકાર મુજબ વકીલ તેના અસીલની સૂચના પ્રમાણે કાયદાકીય લડત આપવા બંધાયેલા છે. તેઓએ કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરવાની હોય છે તે મુજબ રસીદભાઈએ પોતાના અસીલ નાઘેડીના પરમાર પરિવારની સૂચનાથી તે જમીન બળજબરીથી ખાલી કરાવવા માટે થતા પ્રયત્નો સામે પોતાના રસીલના કબજાના રક્ષણ માટે દાવો નોંધાવ્યો હતો. આ દાવો ફેબ્રુઆરી મહિનામાં દાખલ થયા પછી બે મહિના વિત્યે આ ગુન્હો નોંધાયો છે જેમાં એડવોકેટને આરોપી દર્શાવવામાં આવ્યા છે તેને વકીલ મંડળે વખોડી કાઢયો છે.

આ ઉપરાંત આવેદન પત્રમાા જણાવવામાં આવ્યા મુજબ હાલના ગુન્હામાં એડવોકેટ ખીરાનું નામ આરોપી તરીકે દર્શાવાતા તેઓએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા છે તેના હુકમ મુજબ ગઈ તા.૧૧ના દિવસે સવારે રસીદભાઈ ખીરા તેમજ જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઈ સૂવા પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર થયા ત્યારે ફરજ પરના પીએસઓએ પીએસઆઈ બહારગામ ગયા છે, તેથી જામીન લઈ શકાય નહીં આવતીકાલે આવજો તેમ કહ્યું હતું તેથી બીજા દિવસે ફરીથી રસીદભાઈ તથા ભરતભાઈ સૂવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પીએસઆઈ ખાંભલાએ મારા રાઈટર આવ્યા નથી, તેઓ આવે પછી આવો તેમ કહ્યું હતું તે પછી જામીન લેવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. પૂછપરછ પૂર્ણ થયા પછી પીએસઆઈએ રસીદભાઈ ખીરા સામે ચેપ્ટર કેસ કરવાનો છે તેમ કહેતા પ્રમુખ ભરતભાઈએ આમાં ચેપ્ટર કેસ થાય નહીં તેમ કહેતા આગામી મંગળવારે આવવાનું કહી રસીદભાઈને જવા દેવાયા હતા, આવી રીતે ખોટી ફરિયાદોના આધારે પોલીસ દ્વારા વકીલોને કરાતી હેરાનગતિની યોગ્ય તપાસ કરી સૂચના આપવા માટે પણ એસપીને અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00