ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગર જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં અધિકારી-કર્મચારીઓની ૩૬ર જગ્યાઓ ખાલી!

જામનગર તા. ૧૩ઃ જામનગર જિલ્લા પંચાયતમાં વિવિધ વિભાગોમાં અધિકારી અને કર્મચારીઓની ૩૬ર જગ્યાઓ ખાલી હોવાથી જિલ્લાની ગ્રામ્ય જનતાના પ્રાણપ્રશ્નોના નિરાકરણમાં, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તેમજ વિકાસની યોજનાઓના અમલીકરણમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ હેમતભાઈ ખવાએ રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી  તમામ જગ્યાઓ પર સત્વરે નિયુક્તિ કરવા માંગણી કરી છે.

આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે તાલુકા વિકાસ અધિકારીની ૪, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ૧૦, તલાટી-કમ-મંત્રીની ૮૯, બાંધકામ વિભાગમાં મદદનીશ એન્જિનિયરની ત્રણ, અધિક મદદનીશ એન્જિનિયરની ૬, ખેતીવાડી વિભાગમાં મદદનીશ  ખેતી નિયામકની આઠ, ગ્રામ સેવકની ૧૮, આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ ઓફિસરની ૩, મેડિકલ ઓફિસરની ૧૬, લેબોરેટરી ટેકનિશ્યનની ૩, ફાર્માસીસ્ટની ૧૦, એમપીએસની ૧૧, એમપીએસડબલ્યુની પ૩, વોર્ડ બોયની ૩૧, વોર્ડ આયાની ૩૩, પટ્ટાવાળાની ર૮ તથા ડ્રાયવરની ૩૬ જગ્યા ખાલી છે.

સરકારની આર્થિક નીતિની નિષ્ફળતાના કારણે હાલ સમાજમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં મોટા પ્રમાણમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો રચનાત્મક અભિગમ અપનાવવામાં આવે તો મોટા પ્રમાણમાં શિક્ષિત બેરોજગારોને રોજગારી મળશે. વહીવટી તંત્રની ગતિશીલતામાં વધારો થશે અને સાથોસાથ આમ જનતાના પ્રાણપ્રશ્નો, કામો, સમસ્યાઓ અને વિકાસની અનેકવિધ યોજનાઓના અમલીકરણમાં આ ખાલી જગ્યાઓના કારણે ઊભી થતી મુશ્કેલીઓનું મહ્દઅંશે નિરાકરણ થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00