કૃષ્ણભૂમિ દ્વારકામાં ભાગવત કથાનું આયોજન દુર્લભઃ શ્રવણનું મળે છે હજારગણુ ફળઃ સદાનંદજી

દ્વારકા તા. ૧૩ઃ યાત્રાધામ દ્વારકામાં રઘુવંશી સમાજ દ્વારા ચાલતી ભાગવત સપ્તાહમાં શારદામઠના દંડસ્વામી પધાર્યા હતાં અને કૃષ્ણની ભૂમિમાં ભાગવતજીના આયોજનને દુર્લભ ગણાવ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં હાલમાં ચાલી રહેલી સમસ્ત રઘુવંશી સમાજના પિતૃઓના મોક્ષાર્થે તેમજ લોહાણા મહાજન વાડીના નવનિર્માણના લાભાર્થે દ્વારકાની જુની ગૌશાળા પટાંગણ-કાનદાસબાપુ આશ્રમ રોડ પર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પર દ્વારકાના જાણીતા ભાગવતાચાર્ય શાસ્ત્રી ચેતનભાઈ સાતા દ્વારા ભાગવત કથાનું રસપાન ઉપસ્થિત શ્રોતાગણને કરાવવામાં આવી રહ્યું છે. જેમાં દ્વારકાના શારદામઠના શંકરાચાર્ય સ્વરૃપાનંદ સરસ્વતીજી મહારાજના પરમશિષ્ય એવા શારદામઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતાં. શ્રોતાગણને ઉદ્બોધન કરતા તેમણે કહ્યું હતું કે, કૃષ્ણની કર્મભૂમિ એવા દ્વારકામાં ભાગવત સપ્તાહનું આયોજન કરવું દુર્લભ છે. દ્વારકામાં ભાગવત કથા શ્રવણનું પણ એક હજાર ગણું ફળ શ્રોતાગણને મળે છે. ભાગવતના સ્મરણથી અમંગલ શરીરને મંગલમય બને છે. મનુષ્ય જન્મ દુર્લભ છે સારા માબાપ ગુરુ મળી જવા અને કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં જન્મ લેવો તે ભાગ્યશાળીને મળે છે, પરંતુ તેમાં પણ આ પવિત્ર ભૂમિ પર શ્રીમદ્ ભાગવત સપ્તાહની કથા યોજવી એ દુર્લભ છે. આ સાધારણ ઘટના નથી ભાગવતજીથી મોટું કોઈ સત્કર્મ નથી. કોઈ દુઃખી થવા નથી ઈચ્છતા બધા જ જીવો સુખી થવા ઈચ્છે છે. જે વસ્તુને પ્રાપ્ત કરવાની ઝંખના હોય તે મળી જતા સુખી થવું જોઈએ તેમ છતાં માણસ સુખી થતો નથી. કારણ કે એ પછી નવી ઝંખના ઉદ્ભવે છે. જ્યારે અન્ય સુખ મેળવવાની ઝંખના પૂરી થાય અને કોઈ કામના ન રહે ત્યારે માણસ ખરા અર્થમાં સુખી થાય છે અને ભાગવત શ્રવણથી માણસની સંસારના મોહમાયા છોડી ખરા અર્થમાં સુખ પ્રાપ્ત કરવાનો પ્રારંભ થતો હોય, આ પવિત્ર ભૂમિ પરથી વારંવાર ભાગવત સ્મરણ કરવું જોઈએ એમ પણ તેમણે ઉમેર્યું હતું. વધુમાં દંડી સ્વામીએ જણાવ્યું હતું કે, દ્વારકામાં કથા વારંવાર સાંભળવાથી દ્વારકાધીશની કથા દ્વારકાના પ્રાંગણમાં થાય તે મહત્ત્વની ભાગવતજીની કથા સંસારની વ્યથા દૂર કરનારી છે. હાલમાં દ્વારકામાં જ અલગ અલગ પંદર જેટલી જગ્યાએ ભાગવત સપ્તાહ ચાલે છે જે ખૂબ સારી વાત છે. ભાગવત કથાનું શ્રવણ દિનચર્યાને શુદ્ધ કરે છે. સમાજોત્થાનના આશયથી કરેલ ધાર્મિક આયોજન સારૃ ફળ આપશે તેવા આશીર્વાદ પણ તેમણે પાઠવ્યા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit