ચાર વર્ષની ઉજવણીના ભાગરૃપે મોદી સરકાર ઓડીશામાં કરશે મહા રેલી / ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતાઃ આવતીકાલે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત / યુએઈએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફારોઃ ર૮ લાખ ભારતીઓને થશે ફાયદો /

જામનગરમાં હપ્તાખોરીના કારણે રેંકડી-કેબિનોના ખડકલા

જામનગર તા. ૧પઃ જામનગરમાં હપ્તાખોરીના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે. શહેરમાં ચોતરફ રેંકડી કેબિનોએ જાહેર માર્ગો ઉપર અડીંગો જમાવી લીધો છે. પોલીસ અને મહાપાલિકા વિભાગ દ્વારા આ દબાણ દૂર કરવા એકબીજાને ખો આપી રહ્યા છે. તેમાં સામાન્ય લોકોને પરેશાની ભોગવવવી પડી રહી છે.

જામનગરના આરટીઆઈ એક્ટિવિસ્ટ કલ્પેશ આશાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જામનગર શહેરમાં ટ્રાફિકને નડતરરૃપ પથારાવાળા, રેંકડી, કેબિનો ટ્રાફિક વ્યવસ્થા ખોરવી નાંખે છે. જો તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે તો લોકો સાથે ઝઘડા કરે છે અને અમો હપ્તા આપીએ છીએ માટે કોઈ દૂર ખસેડી શકે તેમ નથી. તમારાથી થાય તે કરી લેજો તેવું ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોય છે. આ અંગે ટ્રાફિક શાખાના અધિકારીને ફરિયાદ કરી તો તેવો કહે છે કે આ કામ મહાનગરપાલિકાનું છે. મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે તો ત્યાંથી ટ્રાફિક શાખામાં ધક્કો મારવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા નો હોકિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેની અમલવારી કરવામાં આવતી નથી. ગુજરાત હાઈકોર્ટનો પણ હુકમ છે, પરંતુ તેની પણ અમલવારી કરવામાં આવતી નથી.

ખાસ કરીને જી.જી. હોસ્પિટલ પાસેના વિસ્તારમાં રેંકડીઓનો રાફડો ફાટ્યો છે. હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાછળ જ રેંકડી-કેબિનો ખડકાઈ ગઈ છે. આ ઉપરાંત ખંભાળિયા ગેઈટ, દિગ્વિજય પ્લોટ, ડી.કે.વી. રોડ, પવનચક્કી, જનતા ફાટક રોડ, એસ.ટી. ડેપો રોડ ઉપર પણ રેંકડીઓનું જંગલ જોવા મળે છે. હવે પોલીસ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન થાય અને કડક પગલાં લેવામાં આવે તો જ લોકોને રાહત મળશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00