| | |

સિરામિક ઉદ્યોગમાં ગેસીફાયરના ઉપયોગ પર હાઈકોર્ટનો પ્રતિબંધ

અમદાવાદ તા. ૧૩ઃ હાઈકોર્ટે આજે સિરામિક ઉદ્યોગમાં ગેસીફાયરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આજે ગુજરાત હાઈકોર્ટે સિરામિક ઉદ્યોગમાં ઉ૫યોગમાં લેવામાં આવતા  ગેસીફાયર પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટના આ ચૂકાદાને  કારણે હવે મોરબી જિલ્લામાં ચાલતી સિરામિક ઈન્ડસ્ટ્રીમાં કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ થઈ શકશે નહીં. આ અંગે કોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) ને આદેશ આપી દીધો છે. કોર્ટે કહ્યું કે, જીપીસીબી પર્યાવરણના રક્ષણ માટે જરૃરી પગલાં છે. કોર્ટના ચૂકાદાથી સિરામિક ઉદ્યોગ પર માઠી અસર થઈ શકે છે. આ ઉપરાંત હાઈકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આદેશ કર્યો કે, નવી ટેકનોલોજીથી ચાલતા ગેસીફાયરના ટ્રાયલ રન માટે જરૃરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ઉદ્યોગોને છૂટ આપવી કે નહીં તે અંગે પણ નિર્ણય કરે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit