આણદાબાવા આશ્રમમાં ઉજવાશે ગુરૃપૂર્ણિમા

જામનગર તા. ૧૬ઃ જામનગરની શ્રી આણાદાબાવા સેવા સંસ્થામાં સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજશ્રીની નિશ્રામાં તા. ૧૬-૭-ર૦૧૯, મંગળવારે સંસ્થાની પ્રાચીન પરંપરા અનુસાર ગુરૃપૂર્ણિમા મહોત્સવ ઉમંગ-ઉત્સાહ સાથે ઉજવાશે.

સવારે ૮.૩૦ કલાકે ગોપાલ ભુવનમાં પ.પૂ. મહારાજશ્રીના કરકમલો દ્વરા ગુરૃ પ્રતિમા પૂજન થશે. ત્યાર પછી સંસ્થાના તમામ શૈક્ષણિક સંકુલોના છાત્રો તથા ઋષિકુમારો દ્વારા સવારે ૯ કલાકે આશ્રમના પટાંગણમાં ગુરૃપૂજન તથા આ સમારંભમાં પ.પૂ. મહારજશ્રી લિખિત પુસ્તિકા મંથન - ભાગ-ર (અંગ્રેજી અનુવાદ) નું વિમોચન અને ગુરૃપૂર્ણિમા અવસરના અનુસંધાને છાત્રો તથા મહેમાનોને પ.પૂ. મહારાજશ્રીનું આશીર્વાદક પ્રવચન થશે. બપોરના ૧૦ થી ૧ર દરમિયાન આશ્રમના સત્સંગ હોલમાં મહેમાનો, ભક્તો સ્થાનિક અગ્રણી - શુભેચ્છકો દ્વારા પ.પૂ. મહારાજશ્રીનું ગુરૃપૂજન તથા ૧ર.૩૦ કલાકે રામવાડી સમાધિ મંદિરે ગુરૃપૂજન, વેદગાન થશે. તે પછી આરતી ગુરૃપૂર્ણિમા મહોત્સવની પૂર્ણાહુતિ થશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit