| | |

જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસેથી નવા બાઈકની ઉઠાંતરી

જામનગર તા. ૧૩ ઃ જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસેથી એક આસામીનું નવું નક્કોર અને હજુ નંબર ન આવ્યા હતા તેવું મોટરસાયકલ ઉપડી જતાં પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુરના પાળેશ્વરનેસમાંં રહેતા રાકેશભાઈ ભૂપતભાઈ કરોતરા નામના આસામીએ તાજેતરમાં જ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ ખરીદ કર્યું હતું. જેને હજુ નંબર પણ ફાળવવામાં ન હતા તે મોટરસાયકલ ગઈ તા.૭ની રાત્રે રાકેશભાઈએ જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસે આવેલી વાંઝા સમાજની વાડી નજીક રાખ્યું હતું. આ નવું નક્કોર બાઈક કોઈ તસ્કરની આંખમાં વસી જતાં ત્યાંથી તેની ઉઠાંતરી થઈ ગઈ છે. રાકેશભાઈએ આ બાબતની જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચોર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit