પી. ચીદમ્બરની થઈ શકે છે ધરપકડઃ દિલ્હી હાઈકોર્ટે ચીદમ્બરના ફગાવ્યા જામીન / ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરમાં આગામી ચાર દિવસ ભારેઃ     સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય / કાશ્મિર માટે શરૃ કરાયેલી હેલ્પલાઈન પર પાકિસ્તાનીઓની ગાળાગાળી / બાંગ્લાદેશમાં આવેલી ઝુપડપટ્ટીમાં લાગી ભીષણ આગઃ  પચ્ચાસ હજાર લોકો બન્યા બેઘર

યુવાવર્ગ ફેસબુકથી દૂર થઈ રહ્યો છે અને બુઝુર્ગો વધી રહ્યા છેઃ સર્વે

વોશિંગ્ટન તા. ૧૩ઃ અમેરિકામાં માતા-પિતા, દાદા-દાદી વિગેરે બુઝુર્ગો ઝડપભેર ફેસબુક એકાઉન્ટ ખોલી રહ્યા છે, જ્યારે યુવાવર્ગ ઝડપભેર ફેસબુક છોડી રહ્યો છે, માત્ર ફેસબુક જ નહીં, પરંતુ યુવાવર્ગ સોશ્યલ મીડિયાને જ તિલાંજલિ આપી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ઈ-માર્કેટરના એક સર્વે મુજબ ફેસબુક છોડનારો યુવાવર્ગ ઈન્સ્ટાગ્રામની સરખામણીમાં સ્નેપચેટનો વધુ ઉપયોગ કરી રહ્યો છે, જો કે, અમેરિકન માર્કેટમાં ફેસબુકનો વ્યાપ વધી રહ્યો છે. યુવાજગત વિશ્વના સૌથી મોટી સોશ્યલ નેટવર્ક ગણાતી ફેસબુકનો સૌથી વધુ ઉપયોગ કરવા લાગ્યું હતું, પરંતુ તેને જાળવી રાખવામાં ફેસબુક નેટવર્ક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. રિસર્ચ ફર્મે અમેરિકામાં ૧૪ થી ૨૮ વર્ષના વયજૂથમાં ૫.૮ ટકાનો ફેસબુક યુઝર્સનો ઘટાડો થવાની સંભાવના જણાવી છે. જ્યારે ૧૨ થી ૧૭ વર્ષની જયજૂથમાં ૫.૬ ટકા અને બાર વર્ષથી નીચેના વયજૂથમાં ૯.૩ ટકાનો ઘટાડો સૂચવ્યો છે. આ વર્ષે ફેસબુક વીસ લાખ જેટલા ૨૫ વર્ષથી નીચેના યુઝર્સ ઈન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ તરફ વળી જશે તેવી સંભાવના દર્શાવાઈ છે. ઈ-સર્વેના જણાવ્યા મુજબ પ્રથમ વખત ફેસબુક યુઝર્સમાં ઘટાડો થવા છતાં અમેરિકામાં હજુ પણ ફેસબુક સૌથી વધુ સમૃદ્ધ સોશ્યલ નેટવર્ક છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription