દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ડ્રાઈવીંગ લાયસન્સ અને વાહનના અન્ય દસ્તાવેજો સાથે રાખવામાંથી મુક્તિઃ ફોનમાં બતાવી શકાશે

નવી દિલ્હી તા. ૧૦ઃ હવે વાહનચાલકોએ ડ્રાઈવીંગ દરમિયાન લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ (આરસી બૂક) સાથે રાખવાની જરૃર નહીં પડે. ફોનમાં ડિજિલોકર દ્વારા ડ્રાઈવીંગ લાયસન્સ અને આરસી કે ગાડીના અન્ય ડોક્યુમેન્ટ્સ બતાવી શકાશે.

કેન્દ્રના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે તમામ રાજ્યોને જણાવ્યું છે કે તેઓ ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ તરીકે ડિજિલોકર કે પરિવહન પ્લેટફોર્મ દ્વારા રજૂ કરેલ ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી કે અન્ફ ડોક્યુમેન્ટ સ્વીકાર કરે. જેને કાયદેસર ગણવામાં આવશે. એટલે કે હવે વાહનચાલકોએ કાગળના દસ્તાવેજો બતાવવાની જરૃર નહીં પડે.

કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું કે, રાજ્યોમાં ડ્રાઈવીંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ કે બીજા અન્ય વાહનના ડોક્યુમેન્ટ ઈલેક્ટ્રોનિક તરીકે ડિજિલોકર કે પરિવહન પ્લેટફોર્મ દ્વારા રજૂ કરવા પર તેને માન્ય ગણાશે. આ મોટર વ્હિકલ એક્ટ ૧૯૮૮ અંતર્ગત કાયદેસર ગણાશે. તેને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જારી કરેલા સર્ટીફિકેટ્સ તરીકે માનવામાં આવશે. તે સિવાય રાજ્યોને કહેવામાં આવ્યું કે જપ્ત દસ્તાવેજ ઈ-ચલણ સિસ્ટમ દ્વારા ઈલેક્ટ્રોનિક તરીકે પણ દર્શાવવા જોઈએ.

ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ડિજિલોકર પ્લેટફોર્મ અને એમપરિવહન મોબાઈલ એપમાં કોઈ પણ નાગરિકનું ડ્રાઈવીંગ લાયસન્સ કે આરસીના સર્ટીફિકેટ  કાઢવાની સુવિધા છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ ર૦૦૦ પ્રમાણે ડિજિલોકર કે એમ પરિવહનમાં રાખેલા ઈલેક્ટ્રોનિક રેકોર્ડને મૂળ દસ્તાવેજો સમાન માનવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00