જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે ડેન્ગ્યૂના ૪૦ નવા દર્દી દાખલઃ રોગચાળાના ડેરા-તંબુ

જામનગર તા. ૮ઃ જામનગરમાં ડેન્ગ્યૂના રોગચાળામાં સપડાતા દર્દીઓની સંખ્યામાં દરરોજ ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. જો કે સરેરાશ તો હજુ દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે નોંધાઈ રહી છે. ગઈકાલે પણ ૪૦ દર્દીઓને ડેન્ગ્યૂ લાગુ પડ્યો હોવાનો સરકારી હોસ્પિટલમાં રિપોર્ટ મળ્યો હતો.

લગભગ ચારેક માસથી ડેન્ગ્યૂની મહામારીએ જામનગર શહેર-જિલ્લામાં ડેરાતંબુ તાણ્યા છે. જિલ્લાના આરોગ્ય તંત્રની વ્યાપક કોશિશ છતાં આ રોગચાળો કાબુમાં આવતો નથી. જો કે લોકોને પણ પૂરતો સહયોગ નહીં સાંપડતો હોવાથી રોગચાળો સંપૂર્ણ નાબુદ થતો નથી.

ગઈકાલે ૪૦ દર્દીઓને ડેન્ગ્યૂ લાગુ પડ્યો હોવાનો રિપોર્ટ મળ્યા હતાં તો ૨૨ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આગલા દિવસે ડેન્ગ્યૂના ૫૦ કેસ નોંધાયા હતાં. તેની સરખામણીમાં ગઈકાલે દસ દર્દીઓનો ધટાડો નોંધાયો હતો. એટલે કે ગઈકાલે આંશિક રાહત જોવા મળી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit