સીજેઆઈએ યુપીના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે કરી મુલાકાતઃ માહિતી મેળવી

નવી દિલ્હી તા. ૮ઃ સુપ્રિમ કોર્ટ અયોધ્યા મામલે ગમે ત્યારે ચૂકાદો આપી શકે છે. આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે મુલાકાત કરી હતી. એવું મનાય છે કે તેઓએ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવી છે.

અયોધ્યામાં રામજન્મ ભૂમી અને બાબરી મસ્જિદ વિવાદમાં અગત્યના ચૂકાદા પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ યુપીના ડીજીપી અને મુખ્ય સચિવ સાથે મુલાકાત કરી છે. ગોગોઈએ રાજ્યના ડીજીપી ઓપી સિંહ અને મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીને મુલાકાત માટે દિલ્હી બોલાવ્યા હતાં. કહેવાય છે કે સીજેઆઈએ રાજ્યની સુરક્ષા અને કાયદા અને વ્યવસ્થાની માહિતી આપવા માટે તેમને બોલાવ્યા હતાં. આ પહેલા ગુરુવાર મોડી રાત્રે સીએમ યોગી આદિત્યનાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રદેશના ડિવિઝનલ કમિશનરો, ડીએમ અને અન્ય ઉચ્ચાધિકારીઓ સાથે વાત કરીને સુરક્ષાની માહિતી મેળવી હતી.

સીએમ યોગીએ અયોધ્યા પર સુપ્રિમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખતા કોઈપણ સ્થિતિ માટે લખનૌ અને અયોધ્યામાં બે હેલિકોપ્ટરને તૈનાત રાખવાનો આદેશ આપ્યો છે. આ બધાની વચ્ચે અયોધ્યામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરાયો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર પોલીસે બેરિકેડિંગ લગાવી દીધી છે અને કોઈપણ અજ્ઞાત વાહન અને શંકાસ્પદ લોકો પર બાજ નજર રાખી છે. આની પહેલા પ્રશાસનને પ૦૦ લોકોની ધરપકડ કરી છે જ્યારે ૧ર૦૦૦ લોકો પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ ૧૭ મી નવેમ્બરના રિટાયર થવાના છે. સુપ્રિમ કોર્ટે ૧૬ ઓક્ટોબરના કેસની સુનવણી પૂરી કર્યા પછી ચૂકાદો સુરક્ષિત રાખી દીધો હતો. તેમના રિટાયરમેન્ટ પહેલા રામ મંદિર પર ચૂકાદો ગમે ત્યારે આવી શકે છે. એવામાં યુપી સરકારે અયોધ્યા સહિત સમગ્ર રાજ્યમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કર્યો છે જેથી કરીને કોઈ અપ્રિય સ્થિતિને ઉકેલી શકાય.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit