આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ખંભાળિયામાં ધોરણ-૧૦ અને ૧ર ની પરીક્ષાઓનો શાંતિપૂર્વક પ્રારંભ

ખંભાળિયા તા. ૧૩ઃ ખંભાળિયામાં ધોરણ ૧૦ અને ૧ર ની પરીક્ષાઓનો શાંતિપૂર્વક પ્રારંભ થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ કેન્દ્રોમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને આવકારવામાં આવ્યા હતાં.

ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખુમ્ય મથકમાં ગઈકાલે શરૃ થયેલી ધો. ૧૦/૧ર ની બોર્ડની જાહેર પરીક્ષાઓમાં દ્વારકા જિલ્લા કલેક્ટર જે.આર. ડોડિયા તથા દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળિયાએ બોર્ડની પરીક્ષાના સ્થળોએ રૃબરૃ જઈને પરીક્ષાર્થીઓને બોલપેન તથા મીઠું મોં કરાવીને પ્રોત્સાહિત કર્યા હતાં. ખંભાળિયા એસ.એન.ડી.ટી. શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારી સાથે શાળાના ટ્રસ્ટી અરવિંદભાઈ બરછા, પરાગભાઈ બરછા, શૈલેષભાઈ કાનાણી, બિપીનભાઈ ગોકાણી, શાળાના પ્રિન્સિપાલ તથા સ્થળ સંચાલકો બી.પી. સોનગરા, પ્રણવભાઈ શુક્લા વિગેરે પણ જોડાયા હતાં.

જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળિયાએ જણાવ્યું હતું કે દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં આવેલા તમામ કેન્દ્રોમાં સ્થળ સંચાલકો દ્વારા સ્વાગત સન્માન, મીઠુ મોઢું કારવીને અને બોલપેન ભેટ આપીને કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં અને પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00