આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

નવાનગર બેંકના ઉચાપતના કેસમાં વધુ બાવીસ લાખની રિકવરી

જામનગર તા. ૧૩ ઃ જામનગરની નવાનગર બેંકના દરેડ શાખાના કેશિયરની ઉચાપતના કેસમાં પોલીસે ધરપકડ કર્યા પછી ગઈકાલે વધુ બે આસામી પાસેથી રૃા.રર લાખ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે બાકીની રકમની રીકવરી માટે પૂછપરછ ઘનિષ્ઠ બનાવી છે.

જામનગરની નવાનગર બેંકની દરેડ શાખામાં કેશિયર તરીકે રહેલા તેજસ મહેન્દ્રભાઈ સંઘવી નામના શખ્સે પોતાની પાસે જમા કરવા માટે આવેલી બેંકના ગ્રાહકોની રકમમાંથી રૃા.૪૩,૫૪,૦૦૦ ઉપરાંતની રકમ રાખી લઈ બેંક સાથે છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ થયા પછી રવિવારે પંચકોશી-બી ડિવિઝનના પીએસઆઈ જે.બી. ખાંભલાએ આરોપીની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ આરંભી હતી.

પોલીસ સમક્ષ આ શખ્સે પોતે શેરબજારમાં મોટી રકમ હારી ગયો હોય તેની ચૂકવણી માટે ઉચાપત કર્યાની કબૂલાત આપ્યા પછી પોલીસે ઉપરોકત રકમ કોને આપવામાં આવી? તેની પૂછપરછ આગળ વધારતા તેજસે રૃા.૧૫ લાખ જામનગરના વસંત શાંતિલાલ જેઠવાને આપ્યાનું કબૂલ્યું હતું તે રકમ પોલીસે ઝબ્બે લીધા પછી જામનગરના જ પ્રતિક પ્રફુલ્લભાઈ શાહને રૃા.૮ લાખ અને રાજકોટના ચિંતન પારેખ નામના શખ્સને રૃા.૧૮ લાખ આપ્યા હોવાની કબૂલાત મળતા પોલીસે ગઈકાલે રાજકોટથી ચિંતનને જામનગર બોલાવી તેના કબજામાંથી રૃા.૧૮ લાખ અને પ્રતિક શાહના કબજામાંથી રૃા.૪ લાખ કબજે કર્યા છે.

આમ, આ આરોપીના કબજામાંથી કુલ રૃા.૩૭,૫૦,૦૦૦ કબજે કરવામાં આવ્યા છે, બાકીની રકમ કબજે કરવા માટે પોલીસે તેની પૂછપરછને ઘનિષ્ઠ બનાવી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના શોભરાજસિંહ, રામદેવસિંહ, મગનભાઈ, ધર્મેન્દ્રસિંહ સાથે રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00