ખંભાળીયાઃ મોટીખોખરીની યુવતીને સાસરીયાએ ત્રાસ આપ્યાની રાવ

જામનગર તા. ૯ઃ ખંભાળીયાના મોટીખોખરી ગામના એક યુવતીના લગ્ન જામનગર કરવામાં આવ્યા પછી તેણીને સાસરીયાઓએ ત્રાસ આપી કવરાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ખંભાળીયા તાલુકાના મોટીખોખરી ગામના પ્રાર્થનાબેન ભીખાભાઈ છુછર ઉર્ફે લાભુબેન (ઉ.વ. ૨૯)ના લગ્ન જામનગરના જુના જકાત નાકા નજીક આવેલા શ્રીજી કૃપા મકાનમાં રહેતા સુભાષ ઉકાભાઈ બેરા સાથે થયા પછી થોડા સમય સુધી સારી રીતે રાખી સાસરીયાઓએ મેણાટોણા મારવાનું શરૃ કર્યું હતું.

આ પરિણીતાનો નાની-નાની બાબતોમાં વાંક કાઢી પતિ સુભાષ, જેઠ વલ્લભભાઈ, જેઠાણી હેતલબેન, સાસુ ડાહીબેન અને સસરા ઉકાભાઈ માંડણભાઈ બેરાએ મેણા મારી ત્રાસ વર્તાવ્યો હતો. આ પરિણીતાને મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા હાલમાં પિયર પરત ફરેલા પ્રાર્થનાબેને ગઈકાલે દેવભૂમિ દ્વારકા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit