જામનગરમાં હેલ્મેટના નિયમની અમલવારી મુલત્વી રાખવા રજુઆત

જામનગર શહેરના અંદરના મોટા ભાગના માર્ગો ૩૦ ફૂટ પહોળા છે. જેમાં બંને બાજુ સાત-સાત ફૂટ વાહનો પાર્ક કરતા હોઈ બાકી વધ્યો ૧૬ ફૂટ રસ્તામાં મોટાભાગે ટુ-વ્હીલરો આ ૧૬ ફૂટ વધેલા રસ્તા પર સામસામી અવરજવર કરે છે. જેથી આવન-જાવન કરતા ટુ-વ્હીલરની શહેરમાં સ્પીડ ૨૦ કિ.મી. જેટલી ધીમી રાખીને ટુ-વ્હીલર ચલાવવાનું હોય છે. ટૂંકમાં કહીએ તો જામનગર શહેરમાં અવર-જવર કરતા ટુ-વ્હીલર અને મોટરકારોની સ્પીડ સરેરાશ ૨૦ થી ૨૫ કિમીની માંડમાંડ રાખી શકાય છે.

અહીંના નાગરિકો મોટા ભાગે પ્રેમાળ અને ભોળા કોઈ સ્થાનિક પોલીસ તંત્રને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમાં હરહંમેશ સહકાર આપવામાં કદી ઉણા ઉતર્યા નથી. હેલ્મેટના કાયદામાં મોટાભાગે ટુ-વ્હીલર ચાલકો જ દંડાતા હોય છે, કે જેઓની રોજિંદી આવક હાલની ભયાનક મંદી અને દુષ્કાળ સૌના બારણે ટકોરા દેતો હોઈ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી ભયાનક સ્થિતિમાં જામનગરમાં હેલ્મેટનો કાયદો સ્થગિત રાખવો જોઈએ તેર પ્રભુદાસ અગ્રાવતે રજુઆત કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit