મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

જામનગરમાં બે દિવસમાં તાપમાન વધતા ઠંડી ઘટીઃ લઘુત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં તેજીલા વાયરાઓ સાથે ઠંડીમાં વધારો થતા લોકો ધ્રુજી ઊઠ્યા હતાં,  પરંતુ છેલ્લા બે દિવસમાં તાપમાન ૪.પ ડીગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે. જેના પગલે નગરજનોએ ઠંડીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત્ તા. ૯.ર.ર૦૧૯ ના સિઝનમાં સૌ પ્રથમ વખત લઘુત્તમ તાપમાન ૮ ડીગ્રીએ પહોંચી ગયું હતું જેના પગલે હાલારવાસીઓ ધ્રુજી ઊઠ્યા હતાં. હિમ જેવા તેજીલા વાયરાઓએ ઠંડીની અસરને વધારી દીધી હતી.

પરંતુ છેલ્લા બે દિવસમાં તાપમાનમાં વધારો થયો છે. ગત્ તા. ૯.ર.ર૦૧૯ ના લઘુતતમ તાપમાન ૮ ડીગ્રી હતું જેમાં ૪.પ ડીગ્રીનો વધારો થયો છે તેમજ મહત્તમ તાપમાનમાં ચોવીસ કલાકમાં ર.પ ડીગ્રીનો વધારો થયો છે. લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ૭.૪ ડીગ્રી તાપમાન સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર હતું તથા અમદાવાદમાં ૧૧.પ ડીગ્રી, ડીસામાં ૮.૬ ડીગ્રી, વડોદરામાં ૧૦.૮ ડીગ્રી અને રાજકોટમાં ૧૧.પ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૬.૯ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ બાવન ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ પ્રતિકલાકની ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription