ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ધો. ૧ર સાયન્સના પરિણામોમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવતી બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ

જામનગર તા. ૧ઃ જામનગર લીમડા લાઈન રાજપૂતપરામાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે ખ્યાતી પ્રાપ્ત કરનાર શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ આદર્શ પરિણામ માટે જાણીતી સંસ્થા છે, સંસ્થાએ વધુ એક વખત જાહેર થયેલ ધો. ૧૨ સાયન્સના ગુજસેટના પરિણામમાં એ બાબત સ્પષ્ટ કરી અને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ ઓજસ્વી પરિણામો મેળવ્યા છે.

ધો. ૧ર સાયન્સના જાહેર થયેલ પરિણામોમાં શાળાના વિદ્યાર્થીઓ રાજ્યમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રહેતા અને બ્રિલિયન્ટ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા ઠકરાર કેવલે ૯૯.૯૯ પી.આર. અને એ-૧ ગ્રેડ મેળવી શાળાની સાથે-સાથે જામનગરને પણ ગૌરવ અપાવ્યું છે. ઠકરાર કેવલ ઉપરાંત ધો. ૧ર સાયન્સ (ગુજસેટ) માં અભ્યાસ કરનારા મોલીયા હિમાંશુ ૯૯.૮૪, આસોદરીયા મંથન ૯૯.૯૪, પાગડા કુણાલ ૯૯.૦૪, મુંગરા સંકેત ૯૭.૭પ, અજુડીયા ઉર્વેશ ૯૮.૭૦, કંટારીયા ખુશી ૯૮.ર૧, સાંગાણી પ્રિત ૯૮.૦૮, ગોહેલ ફોરમ ૯૭.૭પ, પરમાર મેહુલ ૯૭.પ૧, તારપરા અક્ષય ૯૬.૭૩, ચૌહાણ મિહીર ૯૬.૬૧, બેરા રાજલ ૯પ.૬૧, સોનગરા અંકિતા ૯પ.ર૬, બુખારી તસ્લીમ ૯૪.૪૯, ચોટલીયા દિવ્યેશ ૯૪.૩૯, કટારમલ દિવ્યા ૯ર.૮૮, લુક્કા અમીત ૯૧.૦૪ પી.આર. મેળવી બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ ખરા અર્થમાં બ્રિલીયન્ટ છે તેવું સ્પષ્ટ કરી આપ્યું છે.

દર વર્ષ ધો. ૧૦-૧ર વિજ્ઞાન અને સામાન્ય બન્ને પ્રવાહના પરિણામોમાં બ્રિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ જામનગર સાથે રાજ્યની અન્ય શાળાઓની સાથે હરિફાઈમાં પહેલી હરોળનું સ્થાન મેળવતી શાળા છે. શાળામાં શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેના માટે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, રમત-ગમત, નિબંધ સ્પર્ધા, ફેન્સી ડ્રેસ, ગાઈડ જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ પણ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ કોઈપણ જાતની કચાસ છોડ્યા વિના અલગ-અલગ અને નવત્તર શૈક્ષણિક પદ્ધતિથી પુરૃં પાડવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ સાયન્સ જેવા અઘરા વિષયમાં અભ્યાસ કરે છે. તેને સમયની સાથોસાથ ખાનગી ટયુશન ક્લાસીસમાં ચૂકવવી પડતી મસમોટી ફી નો બચાવ પણ થઈ જાય છે. આમ સમય, શક્તિ અને નાણાના બચાવનું ફળ સ્વરૃપ ધો. ૧ર સાયન્સના પરિણામોમાં રાજ્યમાં જામનગરની બ્રિલિયન્ટ સ્કૂલના તારલાઓએ પરિણામોમાં ૯૯.૯૯ થી લઈ ૯૧.૯૧ પી.આર. મેળવી શાળાની સાથે જામનગરનું પણ નામ રાજયમાં રોશન કર્યુ છે.

બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલને દર વર્ષે મળતા શ્રેષ્ઠ પરિણામો પાછળ શાળાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન સ્કૂલ મેનેજમેન્ટ - શ્રીમતી ઉસ્મીતાબેન ભટ્ટ સહિતના શાળાના તજજ્ઞ શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા સતત વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને ઉઠાવવામાં આવતી જહેમત ખરા અર્થમાં રંગ લાવે છે, અને તે હાલ જાહેર થયેલ પરિણામોમાં પણ જોવા મળી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00