મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

વર્ષ ર૦૧૮-૧૯ માં સીધા કરવેરાની આવકની રીતે રૃા. ૪૯.૦રર કરોડ સાથે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે

અમદાવાદ તા. ૧૧ઃ સીધા કરવેરાની આવકની દૃષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમે છે. વર્ષ ર૦૧૮-૧૯ માં દેશમાં સીધા કરવેરા પેટેની આવક રૃપિયા ૧૧,૩૭,૬૮પ.૪૧ કરોડ હતી. જેમાંથી ગુજરાતમાંથી રૃપિયા ૪૯,૦ર૧.૬૯ કરોડની આવક થઈ હતી. સીધા કરવેરાની આવકની દૃષ્ટિએ ગુજરાત કરતા આગળનું સ્થાન ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર (રૃપિયા ૪,રપ,૩૯૦.૮૪ કરોડ), દિલ્હી (રૃપિયા ૧,૬૬,૪૦પ.૪ર કરોડ), કર્ણાટક (રૃપિયા ૧,૧૯,૭૯૬.પ૧ કરોડ) અને તામિલનાડુ (રૃપિયા ૭૪,ર૩૮.૯૪ કરોડ) નો સમાવેશ થાય છે. કેન્દ્રિય નાણા રાજ્ય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આ માહિતી જુલાઈ ૯, ર૦૧૯ ના રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી.

સદનમાં રજૂ કરવામાં આવેલા નિવેદન અનુસાર જુલાઈ ર૮, ર૦૧૯ ની સ્થિતિએ કુલ ૪૬,૧૦,ર૦,પ૮૭ પેનધારકો છે જેમાંથી ૬,૩૧,૮૪,૪૦૩ પેનધારકોએ આકરણી વર્ષ ર૦૧૮-૧૯ માં આવકવેરા રીટર્ન ભર્યું હતું. ગુજરાતમાં કુલ ર,પપ,૭૦,૭૧પ પેનધારકો છે. જેમાંથી ૬ર,ર૭,૪૮૭ પેનધારકોએ આકરણી વર્ષ ર૦૧૮-૧૯ માં આવકવેરા રીટર્ન ભર્યું હતું.

મંત્રીશ્રીએ આપેલા જવાબ અનુસાર, સરકારે આવકવેરા કરદાતાઓનો બેઝ વધારવા માટે અનેક પગલાંઓ લીધા છે. જેમાં આવકવેરા વિભાગ દ્વારા નોન-ફાઈલર મોનિટરીંગ સિસ્ટમ (એન.એમ.એસ.) નો અમલ કરવામાં આવ્યો છે. જે આંતરિક માહિતી અને ત્રાહિત પક્ષો પાસેથી મેળવવામાં વ્યવહારોની માહિતીનું પૃથ્થકરણ કરે છે અને એવી વ્યક્તિઓ/પેઢીઓને ઓળખી કાઢે છે જેમણે ઊંચા મૂલ્યના નાણાકીય વ્યવહારો કર્યા છે, પરંતુ આવકવેરા રિટર્ન ભર્યું નથી.

શ્રી નથવાણી દેશમાં આકરણી વર્ષ ર૦૧૮-૧૯ માં મેળવવામાં આવેલી આવકવેરાની રકમ, દેશમાં નોંધાયેલા પેનધારકોની સંખ્યા અને સરકાર દ્વારા આવકવેરા કરદાતાઓનો બેઝ વધારવા માટે લેવામાં આવેલા પગલાંઓ અંગે જાણવા માંગતા હતાં.

નાણાકીય વિગતોના એકત્રિકરણ અને ચકાસણીની વ્ય્વસ્થાને વિસ્તૃત બનાવીને સ્ટેટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ ટ્રાન્સેક્શન (એસ.ટી.એફ.) ના રૃપમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ તથા વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાંથી ઊંચા મૂલ્યના ખર્ચાઓની માહિતી મેળવવાની પ્રક્રિયાને આવરી લેવામાં આવે છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટી.ડી.એસ. અને ટી.સી.એસ.નો વ્યાપ વધારીને વધારે કરપાત્ર વ્યવહારોને તેમની મર્યાદામાં લાવવામાં આવ્યા છે અને મિલકતો, શેર, બોન્ડ, વીમો, વિદેશ યાત્રા અને ડિમેટ એકાઉન્ટ વગેરે જેવા નિશ્ચિત વ્યવહારો માટે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પેન) જણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કર વહીવટમાં કર પાલન અને માહિતીના અસરકારક ઉપયોગ માટે દરમિયાનગીરી વિનાની માહિતી સાથેના અભિગમને મજબૂત બનાવા આવકવેરા વિભાગે પ્રોજેક્ટ ઈનસાઈટનો પ્રારંભ કર્યો છે. આ સંકલિત પ્લેટફોર્મ કર-બેઝને વિસ્તૃત બનાવવામાં અને કરચોરોને પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription