ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

મેયર પર બળેલું ઓઈલ છાંટી હત્યાનો પ્રયાસ કરવાના ગુન્હામાં છૂટકારો

જામનગર તા. ૧૬ઃ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ગયા વર્ષ ર૦૦૭ માં તત્કાલિન મેયર પર બળેલું ઓઈલ છાંટવાના બનેલા બનાવમાં પોલીસે ૩પ વ્યક્તિઓ સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા કચેરીમાં ગઈ તા. ર૪.૭.ર૦૦૭ ના દિને તત્કાલિન મેયર મનહર ઝાલા હાજર હતાં ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર દેવશીભાઈ આહિર, પૂર્વ ડે. મેયર ગોવિંદભાઈ રાઠોડ સહિતના વ્યક્તિઓ આવેદનપત્ર આપવા આવ્યા હતાં. આ વેળાએ પત્રકારો તેમજ ફોટોગ્રાફર પણ ઉપસ્થિત હતાં.

આવેદનપત્ર આપતા સમયે પાછળ ઊભેલા કોઈ ટીખળીએ પોતાની પાસે રહેલા ડબલામાંથી બ્રાસપાર્ટમાં વપરાતું કાળું ઓઈલ મનહરભાઈ પર ફેંકતા મેયર તેનાથી લથપથ થઈ ગયા હતાં. આ બનાવ અંગે ગોવિંદભાઈ રાઠોડ, દેવશીભાઈ આહિર સહિતના ૩પ લોકો સામે હત્યા પ્રયાસ, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તે કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે દલીલ કરી હતી કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રજાના પ્રશ્ને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ પૂર્વ નિર્ધરીત હતો, તેઓ રજૂઆત કરતા હતાં ત્યારે પાછળથી કોઈ ટીખળીએ બળેલું ઓઈલ ઊડાડ્યું હતું ત્યારે પોલીસે આગ લગાડી હત્યાની સંભાવના અંગે ભારે કલમો નોંધી છે, આગ લાગી હોત તો તેમાં રજૂઆત કરવા આવેલા વ્યક્તિઓ પણ લપેટમાં આવી જાત. પોલીસ અને ભાજપના આગેવાનોના ઈશારે કોંગ્રેસના કાર્યકર્તાઓને પ્રજાના પ્રશ્નની રજૂઆત કરતા અટકાવવા હત્યા પ્રયાસનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત બનાવના સ્વતંત્ર સાહેદ તેવા પત્રકારો, મીડિયાકર્મીઓને તપાસવામાં આવ્યા નથી. અદાલતે આ દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વી.એચ. કનારા, એસ.આર. દેવાણી, ધીરેન કનારા વગેરે રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00