જામનગર તા. ૮ઃ લાલપુર તાલુકાના હરિપર ગામના રવજી હંસરાજ તથા પાંચીબેન મોહનભાઈએ તેઓની ખેતીની જમીનમાં આવવા-જવવાના ગાડા માર્ગ અંગે વર્ષ ૧૯૭પ માં નારણ પાંચા, જાદવ પાંચા, રમેશ જાદવ વગેરેની જમીનોમાં ચાલવાનો રસ્તાનો કરાર કર્યો હતો. તે કરારના પાલન અંગે લાલપુરની અદાલતમાં આજ્ઞાત્મક કાયમી મનાઈહુકમ મેળવવા દાવો કર્યો હતો. દાવામાં પંચનામાની કરાયેલી માગણી ગ્રાહ્ય રાખવામાં આવ્યા પછી દાવો લાવનાર વાદી પૂરવાર કરવાના મુદ્દા પૂરવાર ન કરી શકતા અદાલતે દાવો રદ કર્યો છે. પ્રતિવાદી તરફથી વકીલ જયેશ કારસારિયા રોકાયા હતાં.