પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કરઃ ૧૧ ના મોત

લાહોર તા. ૧૧ઃ પાકિસ્તાનના પૂર્વી પંજાબ પ્રાંતમાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતાં અગિયાર લોકોના મૃત્યુ થયા છે અને આ ઘટનામાં સાંઈઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અકબર એક્સપ્રેસ પંજાબ પ્રાંતના સાદિકાબાદ તાલુકાના વલ્દાર રેલવે સ્ટેશન પર ઊભેલી માલગાડી સાથે ટકરાઈ ગઈ હતી.

close
Nobat Subscription