ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

ધુડશિયા પાસે પૂરપાટ દોડી આવેલી મોટરે છકડાને ઠોકર મારીઃ પ્રૌઢનું મૃત્યુ

જામનગર તા.૧૬ ઃ જામનગરના ધુડશિયા ગામ પાસે શનિવારે બપોરે એક છકડાને મોટરે ઠોકર મારતા છકડાચાલકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે શનિવારે સવારે ચેલા પાસે એક રિક્ષાને ખાનગી ટ્રાવેલ્સની બસે ઠોકર મારી સર્જેલા અકસ્માતમાં રિક્ષાચાલક સહિત બેના મૃત્યુ નિપજ્યા હતા જેની પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર તાલુકાના ધુડશિયા ગામના દેવશીભાઈ રાઠોડ નામના દલિત પ્રૌઢ શનિવારે બપોરે પોતાના જીજે-૧૦-૪૧૩૧ નંબરનો છકડો લઈને કાલાવડથી ફલ્લા તરફ જવા માટે નીકળ્યા હતા.

આ છકડો ધુડશિયાથી થોડે દૂર પહોંચ્યો ત્યારે અચાનક પૂરપાડ દોડી આવેલી જીજે-૩-ડીજી ૯૪૯૩ નંબરની એક મોટરે ઓવરટેકીંગની લ્હાયમાં આ છકડાને પાછળથી ઠોકર મારી હતી જેના પગલે છકડો રોડ નીચે ઉતરી ગયો હતો અને દેવશીભાઈ ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં દેવશીભાઈને માથામાં ગંભીર ઈજા થતા તેઓને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્ર મુકેશભાઈ દેવશીભાઈ રાઠોડે મોટરચાલક સામે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના લાલપુર રોડ પર આવેલા ચેલા ગામ પાસે શનિવારે સવારે જીજે-ર૩-યુ ૨૦૭૪ નંબરની ઓટો રિક્ષાને ભાણવડ તરફથી ધસી આવેલી એકતા ટ્રાવેલ્સની જીજે-૧૦-ડબલ્યુ ૯૯૨૫ નંબરની બસે ઠોકર મારી સર્જેલા અકસ્માતમાં રિક્ષાના ડ્રાઈવર ખીમાભાઈ બાવાભાઈનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પાછળની સીટમાં બેસેલા સીંધાભાઈ નાગજીભાઈ સહિતના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. અકસ્માત સર્જી બસચાલક ભાણવડના રણજીતપરાનો ઈશાભાઈ ઉમરભાઈ નાસી ગયો હતો. બનાવના સ્થળે પહોંચેલી પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા પછી સીંધાભાઈ નાગજીભાઈનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ચેલા ગામના નાનજીભાઈ દેવાભાઈ ટારિયાએ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બસચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00