આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ટુ-જી મામલે સુપ્રિમે સીબીઆઈનો ઉધડો લીધોઃ ૬ મહિનાની આપી મુદ્ત

નવી દિલ્હી તા. ૧૩ઃ ટુ-જી ની તપાસ અંગે સુપ્રિમ કોર્ટે સીબીઆઈનો ઉધડો લીધો છે. તપાસ લંબાવી હોવાથી સવાલો ઊઠી રહ્યા છે, તેમ જણાવી અદાલતે ૬ મહિનામાં તપાસ પૂરી કરવા આદેશ આપ્યો છે.

ર-જી મામલામાં તપાસમાં થઈ રહેલી ઢીલને લઈને સુપ્રિમ કોર્ટે સીબીઆઈ અને ઈડીનો ઉધડો લઈ લીધો છે. સુપ્રિમ કોર્ટે બન્ને એજન્સીને ર-જી સ્પેક્ટ્રમ મામલો અને તેની સાથે જોડાયેલી તમામ તપાસો ૬ મહિનાની અંદર પૂરી કરવા આદેશ આપ્યો છે.

જસ્ટીસ અરૃણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, 'તમે આવા ગંભીર મામલા ઉપર દેશના લોકોને અંધારામાં રાખી ન શકો.' લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. હવે લોકો જાણવા માગે છે કે, તપાસ શા માટે પૂરી થતી નથી? બેન્ચે કેન્દ્ર સરકાર વિરૃદ્ધમાં દાખલ થયેલી અવગણના અરજીને કાઢી નાખી હતી. આ અરજીમાં કેન્દ્ર સરકારના વકીલ આનંદ ગ્રોવરને હટાવી એડીશ્નલ સોલીસીટર જનરલ તુષાર મહેતાને સ્પેશ્યલ પ્રોસિક્યુટર નિયુક્ત કરવા ઉપર વાંધો લેવાયો હતો.

ગ્રોવરને સુપ્રિમ કોર્ટે ર૦૧૪ માં નિમણૂક આપી હતી. બેન્ચે કેન્દ્ર સરકારને ર-જી સ્પેક્ટ્રમ મામલો અને એરસેલ-મેક્સીમ સોદા સહિત આ સાથે જોડાયેલા તમામ તપાસોનો પ્રગતિ રિપોર્ટ બે સપ્તાહમાં આપવાની તાકીદ પણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00