પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં ખંભાળીયાનું જંગલ ખાતુ 'વિલન'ની ભૂમિકામાં

ખંભાળીયા તા. ૧૩ઃ ગુજરાત સરકારે કરોડોના ખર્ચે હમણા સુજલામ સુફલામ યોજના હેઠળ જળ સંચય અભિયાન કર્યું હતું. પાણીને રોકવા માટે કરોડો રૃપિયા ખર્ચાયા છે પણ જંગલ ખાતું તેની વિરૃદ્ધની ભૂમિકાના કામો કરતું હોય ત્યારે ભારે રોષ તથા આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વન વિભાગને ૪૬ કામો જળસંચયના આપવામાં આવ્યા હતાં. પણ તા.૧-૫ થી  શરૃ થયેલ આ કામોમાં માત્ર બે કામો જ થયા, બાકીના કામો તાકીદે શરૃ કરવા દ્વારકા જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ તેમની દ્વારકા મુલાકાત વખતે આદેશ કર્યો હતો. તેમ છતાં આ કામો શરૃ થયા નહીં અને અભિયાનનું સમાપન થઈ ગયું.

આવી જ રીતે દેવભૂમિ જિલ્લાના ખંભાળીયાના ગોઈંજ ગામે અગાઉ વર્ષો પહેલા રાહત કામનું તળાવ બનેલું આ તળાવનો અડધો ભાગ ધોવાઈ જતાં તૂટી ગયો હતો.

તળાવનો આ બાકીનો ભાગ જો બંધાઈ જાય તો પાણીનો સંગ્રહ થઈ શકે તથા ગામને ખૂબ જ ફાયદો થાય તેવું હોય મૂળ ગોઈંજના  રહીશ એક મહાજન દાતાએ આ તળાવ રીપેર કરવા રૃા. પંદર લાખ ફાળવ્યા અને ગ્રામના અગ્રણીઓ ભાવેશભાઈ હરિયા, નંદાણિયાભાઈએ આ અંગે ત્રણ-ત્રણ મહિના સુધી જંગલ ખાતાને રજુઆત કરી ત્યારે જવાબ મળ્યો તળાવનો પારો બહારથી માટી લઈને કરો,નજીકથી માટી લઈને કામ નહીં કરવા સૂચના આપી.

આવી જ રીતે ગામમાં સાત તળાવો છે જે ઉંડા કરવા લોક ભાગીદારીથી ગામના વિદેશ તથા મુંબઈ સ્થિત વતનીઓ ઓફરો કરેલી પણ સુજલામ સુફલામ યોજનમાં એક પણ તળાવ ઉંડું ન થયું કે કોઈમાંથી કાંપ પણ કાઢવાની કામગીરી થઈ નહીં. લોકભાગીદારીમાં આપવા દાતાઓ તૈયાર હતા છતાં પણ કોઈ કામ થયું નહીં.

દેવભૂમિ દ્વારકા જિલ્લા મરીન વન વિભાગનો આ વહીવટ ત્યારે ટીકાપાત્ર બન્યો છે. રાજ્યના મુખ્યમંત્રી કહે તો પણ કામો ન કરવાની વન વિભાગની નીતિ પણ ભારે ટીકાપાત્ર બની છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription