પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

હૈદ્રાબાદના મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીઓ નિર્દોષ

હૈદ્રાબાદ તા. ૧૬ઃ હૈદ્રાબાદની એનઆઈએ અદાલતે હેદ્રાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ સહિતના તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે.

હૈદ્રાબાદની પ્રસિદ્ધ મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં આજે નિર્ણય આવ્યો છે. આ મામલે વિશેષ એનઆઈએ અદાલતે આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ પાંચ આરોપીઓને પુરાવના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. નિર્ણય સંભળાવવા માટે સ્વામી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યા હતાં. તેઓ આ મામલે મુખ્ય આરોપીઓમાંથી એક હતાં.

હૈદ્રબાદની મક્કા મસ્જિદમાં તા. ૧૮ મે, ર૦૦૭ ના થયેલા આ બ્લાસ્ટમાં ૯ લોકો માર્યા ગયા હતાં, તેમજ પ૮ લોકો ઘાયલ થયા હતાં. તે પછી પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ ફાયરિંગમાં પણ કેટલાક લોકો માર્યા ગયા હતાં. એનઆઈએ મામલાની ચોથી અતિરિક્ત મેટ્રોપોલિટન સત્ર સહિત વિશેષ અદાલતે કેસની સુનવણી પૂરી કરી લીધી છે. આ મામલે ૧૦ આરોપીઓમાંથી ૮ લોકોની વિરૃદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાં નબાકુમાર સરકાર ઉર્ફએ સ્વામી અસીમાનંદનું નામ પણ સામેલ છે. જે ૮ લોકોની વિરૃદ્ધ ચાર્જશીટ બનાવવામાં આવી હતી, તેમાં સ્વામી અસીમાનંદ અને ભરત મોહનલાલ રત્નેશ્વર જામીનસર બહાર છે અને ત્રણ લોકો જેલમાં બંધ છે.

આ કેસની શરૃઆતની તપાસ પોલીસે કરી હતી તેના પછી આ કેસ સીબીઆઈ ટ્રાન્સફર કરી દેવાયો હતો. તે પછી ર૦૧૧ માં તેને આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. આ મામલામાં કુલ રર૬ પ્રત્યક્ષદર્શીના નિવેદન લેવાયા હતાં અને તે પૈકી કુલ ૧૬૦ સાક્ષીઓ કોર્ટમાં રજૂ કરાયા હતાં. સાક્ષી ફરી ગયા હતાં. મસ્જિદ બ્લાસ્ટ મામલામાં બે વધુ મુખ્ય આરોપી સંદીપ વી. ડાંગે અને રામચંદ્ર કલસંગરા હજી પણ ફરાર છે.

અદાલતે નિર્દોષ જાહેર કરેલા આરોપીઓમાં સ્વામી અસીમાનંદ, દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા, ભરત મોહનલાલ રતનેશ્વર અને રાજેન્દ્ર ચૌધરીનો સમાવેશ થાય છે. આરએસએસના કાર્યવાહક સુનિલ જોષીની તપાસ દરમિયાન હત્યા થઈ ગઈ હતી.

આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતાં, તે પછી વિરોધ પ્રદર્શન હિંસક બનતા પોલીસ ગોળીબારમાં પણ પાંચ લોકોના મોત થયા હતાં. આ કેસમાં સવાબસોથી વધુ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવાયા હતાં, તે પૈકી ૬૪ હોસ્ટાઈલ જાહેર થયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00