દક્ષિણકોરીયાના કાંઠેથી ૧૧૩ વર્ષ પહેલાં ર૦૦ ટન સોના સાથે ડૂબેલું જહાજ મળ્યુંઃ આજે આ સોનાની કિંમત અંદાજે ૯ હજાર કરોડ રૃપિયા થાય છે / એમરીકામાં કોલ સેન્ટરમાં અબજોનું કૌભાંડ કરવાના આરોપમાં ર૧ ભારતીયોને ર૦ વર્ષ સુધીની જેલ / રાજયમાં સાર્વત્રીક મેઘ મહેર યથાવતઃ અમદાવાદ સહિત ઉત્તર દક્ષીણ ગુજરાતમાં ૧ર ઈંચ જેટલો વરસાદ /

જામનગરની તરૃણી રાજકોટ જવા માટે નીકળ્યા પછી લાપત્તા

જામનગર તા.૧૧ ઃ જામનગરની એક તરૃણી પોતાના ઘરેથી રાજકોટ જવા માટે નીકળ્યા પછી ગંતવ્ય સ્થાને નહીં પહોંચતા તેણીનું અપહરણ થયાની આશંકાથી પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

જામનગર નજીકના હાપા પાસે વસવાટ કરતા એક પરિવારની સોળ વર્ષ અને અગિયાર મહિનાની ઉંમરવાળી પુત્રી ગઈ તા.૨૮ જૂનની સાંજે પોતાના ઘરેથી રાજકોટ જવા માટે રવાના થઈ હતી.

આ તરૃણી રાજકોટના કે.કે.વી. હોલ પાસે બસમાંથી ઉતર્યા પછી જ્યાં જવાની હતી ત્યાં નહીં પહોંચતા તેણીનો પરિવાર હાંફળોફાંફળો બન્યો હતો. આ તરૃણીની બાર દિવસ સુધી શોધખોળ કર્યા પછી પરિવારના મોભીએ ગઈકાલે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રીનું કોઈ શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એચ.બી. ગોહિલે આઈપીસી ૩૬૩, ૩૬૬ હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00