બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા શૌનક વ્યાસ સાથે રંગકર્મી ગૌરવ પંડ્યાનો અલ્પસંવાદ

'શૌનક' ગુજરાતી ટેલિવિઝન વડે વિશ્વભરના ગુજરાતીઓના ઘરમાં અને નજરમાં વસેલું નામ છે. બી.એસ.સી.ના અભ્યાસ પછી પરફોર્મિંગ આર્ટ્સમાં ગોલ્ડ મેડલ ધરાવનાર પ્રથમ સુપરહિટ નાટક 'સરદાર'નો પહેલો પ્રયોગ જામનગરના ટાઉનહોલમાં જ થયો હતો. તાજેતરમાં જ રિલીઝ થયેલ શૌનક વ્યાસ અભિનીત તથા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'ટીચર ઓફ ધ યર'ને પ્રેક્ષકો દ્વારા ભરપૂર પ્રેમ મળી રહ્યો છે ત્યારે નગરના આંગણે 'નોબત'ના અતિથી બનેલા 'શૌનક વ્યાસ'એ સ્થાનિક રંગકર્મી, લેખક તથા તમન્ના સાંસ્કૃતિક સોસાયટીના ફાઉન્ડર - સંચાલક એડવોકેટ ગૌરવ પંડ્યા સાથે પોતાની અત્યાર સુધીની કલાયાત્રા અંગે અલ્પસંવાદ કર્યો હતો.

'ઓલવેઝ રહીશું સાથે', 'ઓક્સિજન', 'બોસ હવે તો ધમાલ', 'દુનિયાદારી', 'રાજવીર', 'છૂટી જશે છક્કા' અને 'ટીચર ઓફ ધ યર', જેવી ગુજરાતી ફિલ્મો તેમજ નંદિતા દાસ દિગ્દર્શિત હિન્દી ફિલ્મ 'મંટો'માં પણ અભિનયના ઓજસ પાથરનાર શૌનક વ્યાસ કલમ સાથે પણ અભિનય જેટલો જ સભર સંબંધ ધરાવે છે. તેમની કલમે અવતરેલ અરૃણીમા સિંહાના જીવન આધારિત નાટક 'ઉડાન' ને ટ્રાન્સમિડીયાના બે એવોર્ડસ મેળવ્યા છે તથા એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલના જીવન આધારિત નાટક 'હોલી કે કુછ રંગ જલતે હુએ' બેંગ્લોર યુથ ફેસ્ટિવલમાં વિજયી થયું હતું. આ નાટકના દિગ્દર્શનની કમાન શૌનક વ્યાસે સંભાળી હતી.

ફૂડથી ગુજરાતી, ધર્મથી ગુજરાતી, ગૃહમંત્રી, ગીત ગુંજન, સૂર સંદેશ, મિશન મનોરંજન, મન મેં હૈ વિશ્વાસ, ઉંબરને પેલે પાર, વગેરે જેવા ટીવી કાર્યક્રમોમાંથી શૌનક વ્યાસે આગવી લોકપ્રિયતા મેળવી છે.

શૌનક વ્યાસ કહે છે કે, 'સંવાદ કોઈપણ કૃતિનો આત્મા હોય છે.' આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર સાથે 'અલ્પ સંવાદ'. નાટ્ય,ટેલિવિઝન અને ફિલ્મ જગતની અનેક રસપ્રદ વાતોને ઉઘાડનારો બની રહેશે.

'નોબત'ની યુ ટ્યુબલ ચેનલ પર આવતીકાલ તા. ૧૦ નવેમ્બર, ૨૦૧૯ના સાંજે ૭-૦૦ વાગ્યે 'શૌનક વ્યાસ' સાથેનો અલ્પસંવાદ નિહાળવાનું ચૂકશો નહીં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit