વિસરાઈ ગયેલી રમતોનો મનભરીને બાળકોએ આનંદ માણ્યો

જામનગરની રોટરી ક્લબ દ્વારા વિસરાઈ ગયેલી આપણી બાળપણની શેરી રમતોનો અનોખો કાર્યક્રમ "ધમાલ ગલી" યોજાયો હતો. જેમાં દોરડા કૂદ, કોથળા કૂદ, ત્રીપગી દોડ, ભમરડો, ઝુમ્બા ડાન્સ, ધીમી દોડ, સ્લો સાયક્લીંગ, ડબલા ડૂલ, આંધળો પાટો, નવકાંકરી, સાપસીડી, લખોટી વિગેરેની રમતો રમાડવમાં આવી હતી. આ સાથે ભાવના કારીયા દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે ક્વીઝ યોજાઈ હતી. રોટરી પ્રેસીડેન્ટ ભાવિનભાઈ પટેલ, સેક્રેટરી બ્રિજેશ ઝવેરી, પ્રોજેક્ટ ચેરમેન લલીત જોશી, નિશિથ શાહ, કમલેશ સાવલા તથા રોટરી ટીમે જહેમત ઉઠાવી હતી. આ રમતોત્સવની સફળતાને પગલે આગામી તા. ર૩-૧-ર૦ર૦ ના દિને ફરીથી "ધમાલ ગલી" નું આયોજન કરવામાં આવ્યું છે.

close
Nobat Subscription