પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ગુરૃ મોદી અને ચેલા અમિત શાહની ઊંઘ ઉડાડવા ગઠબંધનઃ માયાવતી

નવી દિલ્હી તા.૧૨ માયાવતી-અખિલેશ યાદવે સંયુકત પ્રેસ કોન્ફરન્સ યોજીને સપા-બસપાના ગઠબંધનની જાહેરાત કરીને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા અને મોદી-શાહની આજે ઊંઘ ઉડી જશે તેઓ કટાક્ષ કર્યાે હતો. માયાવતીએ કહ્યું કે દેશ માટે થઈને લખનૌ ગેસ્ટ હાઉસકાંડ ભૂલીને સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે.

આજે ગઠબંધનની જાહેરાત કરવા માટે માયાવતી અને અખિલેશ યાદવે સંયુકત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. માયાવતીએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે આ પ્રેસ કોન્ફરન્સ ગુરૃ મોદી અને ચેલા અમિત શાહ તથા ભાજપાની નિંદર ઉડાડવાની છે અને દેશ માટે આ ગઠબંધન કર્યું છે. દેશ માટે મેં લખનૌ ગેસ્ટ હાઉસ કાંડને ભૂલીને આ ગઠબંધન કર્યું છે અને તે સમયે થયેલા દુર્વ્યવહારને લક્ષમાં લીધો નથી.

તેમણે કહ્યું કે ઈ.સ. ૧૯૯૩માં સ્થિતિ હતી તે સ્થિતિ આજે પણ છે. દેશમાં આજે તાનાશાહીવાળો માહોલથી દેશવાસીઓ પરેશાન છે. તેમણે કહ્યું કે, ગઠબંધનની આ રાજનૈતિક ક્રાંતિ છે અને આ ગઠબંધનથી દેશને ઘણી આશા છે. ભાજપે ગોટાળા કરી યુપીમાં ચૂંટણી જીતી છે. કોંગ્રેસની તો જમાનત જપ્ત થઈ ગઈ હતી.

માયાવતીએ કહ્યું કે, અમારૃં ગઠબંધન ભાજપને કેન્દ્રમાં આવતા રોકી શકશે. યોગી સરકારની ખોટી નીતિઓથી યુપીમાં જનતા હેરાન છે. પેટા ચૂંટણીમાં અને સાથે મળીને ભાજપને હરાવ્યું છે. હવે સમગ્ર રાજયમાં લોકસભાની ચૂંટણીના સમયે પણ ભાજપને જીતવા નહીં દઈએ.

તેમણે કહ્યું કે, નોટબંધી, જીએસટીથી દેશને ઘણું નુકસાન થયું છે. બીજેપી એન્ડ કંપનીને કોઈપણ સંજોગોમાં હરાવશું. કોંગ્રેસને અમે શા માટે સાથે ન લીધી તેનું પણ કારણ છે. કોંગ્રેસે દેશમાં સૌથી વધુ રાજ કર્યુ, આમછતાં તેમાં ખેડૂતો, મજૂરો હેરાન થયાં છે. કોંગ્રેસના શાસનથી ગરીબી, બેકારી વધી. ભાજપ અને કોંગ્રેસની નીતિ એક સરખી જ છે. કોંગ્રેસના શાસનમાં દોષિત એજન્સી હતી અને ભાજપ શાસનમાં અઘોષત એજન્સી છે. અમારા ગઠબંધનથી ગભરાઈને બીજેપીએ પૂર્વ આયોજનરૃપે ગેરકાયદે ખનનમાં અખિલેશનું નામ ઉછાળ્યું છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. આના કારણે બન્નેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે.

બેઠકોની વહેંચણી અંગે તેમણે કહ્યું કે અમારી સીટની વહેંચણી ગત તા. ૪ જાન્યુઆરી ૨૦૧૯ના નક્કી થઈ ગઈ હતી. તે મુજબ એસપી અને બીએસપી ૩૮-૩૮ સીટ પર ચૂંટણી લડશે તથા બે સીટ અન્ય દળો માટે અને બીજી બે સીટ એટલે કે રાયબરેલી અને અમેઠીમાં ઉમેદવારો નહીં ઉતારીયે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ ગઠબંધન અંગે જણાવ્યું હતું કે ગઠબંધન માટે તૈયાર થવા બદલ માયાવતીનો આભાર માનું છું. ભાજપના શાસનમાં લોકો પર અત્યારચાર થયો છે. રામ-કૃષ્ણની ભૂમિ પર ભગવાન રામ સાથે પણ અન્યાય થયો છે.

યુ૫ીમાં તો જાતિ-જ્ઞાતિ, ધર્મના  મુદ્દા જ વધી ગયા છે. હોસ્પિટલમાં સારવાર પહેલા પણ દર્દીની જાતિ પૂછવામાં આવે છે. ભગવાનની પણ જાતિ બતાવવામાં આવી રહી છે.

બીજી તરફ ભોજન નહીં મળવાથી બાળકો બીમાર તથા મરી રહ્યા છે. ભાજપની ખોટી નીતિના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. યુવાનો બેરોજગારી વધી ગઈ છે. મોટા-મોટા ઉદ્યોગોની લોન માફ કરવામાં આવે છે. અને તેને સહાય આપવામાં આવે છે.

અખિલેશને કહ્યું કે, હીરાના ઉદ્યોગ માટે મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૃ કરવામાં આવી રહી છે. તો બીજેપીએ લોકો વચ્ચે ધર્મના નામે ભાગલા પાડ્યા. યુપીમાં કોઈ વાંક ન હોય તેવા લોકોના એન્કાઉન્ટર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, માયાવતીનું અપમાન મારૃં અપમાન છે. આ ગઠબંધન ભાજપના શાસનનો અંત હશે. માયાવતીના ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કરૃં છું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription