વ્યાજમાં મકાન પચાવી પાડવાના કેસમાં આગોતરા જામીન મંજુર

જામનગર તા. ૮ઃ જામનગરના કલ્પેશ કિશોરચંદ્ર મહેતાએ પોતાનું આણદાબાવા ચકલામાં આવેલું મકાન રૃપિયા ૧૦ લાખ વ્યાજે આપનાર મનિષ મગનલાલ દાઉદિયા, ભાવનાબેન મનિષભાઈ, દિપેશ મગનલાલ, વિમલ નાનજીભાઈ દાઉદિયાએ વર્ષ ર૦૧૭ માં પચાવી પાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે મનિષ દાઉદિયાની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના ભાવનાબેન, વિમલ અને દિપેશ દાઉદિયાએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આરોપીના વકીલે તે અન્વયે દલીલ કરી હતી કે ફરિયાદ બે વર્ષ પછી કરવામાં આવી હોય, પૈસા લીધા પછી પરત આપવા ન પડે તે હેતુથી ફરિયાદ કરવામાં આવી હોય, તેવું જણાઈ આવે છે અને આરોપીની ધરપકડ કરી તેને જામીન મુક્ત કરવા પડે તેનો કેસ હોય  તો આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરી શકાય. અદાલતે તે દલીલ સ્વીકારી ત્રણે આરોપીના આગોતરા જામીન મંજુર કર્યા છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, સંજય દાઉદિયા, જયન ગણાત્રા રોકાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit