આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

વિમાની સેવા ક્ષેત્રથી દેશની અર્થવ્યવસ્થાને મળશે વેગઃ પ્રભુ

નવી દિલ્હી તા. ૧૩ઃ નાગરિક ઊડ્ડયન મંત્રી તરીકે હવાલો સંભાળ્યા પછી સુરેશ પ્રભુએ જણાવ્યું છે કે વિમાની સેવા ક્ષેત્રના વિકાસથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે.

શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુરેશ પ્રભુને નાગરિક  ઊડ્ડયન મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતાં. એન.ડી.એ.માંથી તેલુગુ દેશમ્ પાર્ટી અલગ થઈ જતા પી. અશોક ગજપતિ રાજુએ નાગરિક ઊડ્ડયન મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું જેનો વધારાનો હવાલો કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુને સોંપવામાં આવ્યો છે. સુરેશ પ્રભુ મોદી સરકારમાં વાણિજ્ય મંત્રી છે.

સુરેશ પ્રભુએ વધારાનો કાર્યભાર સંભાળ્યા પછી કહ્યું હતું કે ઘરેલુ વિમાની સેવાઓ માટે ૧૦૦૦ થી વધુ વિમાનોનો ઓર્ડર બૂક થઈ ગયો છે. ઘરેલુ વિમાની સેવાઓનો વિસ્તાર થતા તેના ભાડા ઘટે છે, જેથી મુસાફરી કરનારની સંખ્યા વધે છે.  હવે નાના શહેરોના લોકો પણ હરવા-ફરવા ઉપરાંત રોજિંદા કામો માટે પણ વિમાનનો પ્રવાસ કરતા થયા છે. તેમણે કહ્યું કે વિમાની સેવાઓનો વિકાસ થતા તે દેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે. તેમણે કહ્યું કે 'ઓષન સ્કાઈ' એટલે કે 'ખુલ્લા આસમાન'ની  નીતિ હેઠળ મોદી સરકાર વિમાની સેવાઓનો વિસ્તાર કરી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00