પ્રદર્શન મેદાનમાંથી બાઈકની ઉઠાંતરી

જામનગર તા. ૯ઃ જામનગરના પ્રદર્શન મેદાનમાંથી દિવાળીની રાત્રે એક આસામી બાઈક ચોરાઈ ગયાની ફરિયાદ કરવામાં આવી છે જ્યારે મધુવન સોસાયટીમાં રહેતા એક આસામીનું સ્કૂટર તેમના ઘર પાસેથી ભરબપોરે ઉપડી ગયું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા કેતનભાઈ દીપકભાઈ કનખરા નામના આસામી ગઈ તા. ૨૭ની રાત્રે સાત રસ્તા નજીકના પ્રદર્શન મેદાનમાં ફટાકડા ખરીદવા માટે આવ્યા હતાં ત્યારે તેઓએ મેદાનમાં પોતાનું જીજે-૧૦-બીક્યુ-૮૪૭૦ નંબરનું રૃા. ૩૦,૦૦૦ની કિંમતનું હિરો મોટરસાયકલ રાખ્યુ હતું. એકાદ કલાક પછી જ્યારે તેઓે ખરીદી કરી પરત આવ્યા ત્યારે ત્યાં પોતાનું બાઈક જોવા ન મળતા કેતનભાઈએ ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોધ્યો છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઈન્દિરા સોસાયટી પાછળ મધુવન સોસાયટીમાં રહેતા શામજીભાઈ ગોવાભાઈ રાઠોડ નામના આસામીનું જીજે-૧૦-સીએચ-૬૩૦૦ નંબરનું એક્સેસ સ્કૂટર ગઈ તા. ૪ની બપોરે પંદર મિનિટના સમયમાં તેમના ઘર પાસેથી ઉઠાંતરી થઈ ગયું હતું. જેની ગઈકાલે શામજીભાઈએ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે રૃા. ૩૦,૦૦૦નું વાહન ચોરી જવા અંગે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription