પુત્રીને મૂકવા આવેલા પિતાનું પરત જતી વેળાએ હૃદયરોગના હુમલાથી મૃત્યુ

જામનગર તા. ૯ઃ જામનગરમાં પુત્રીને મૂકવા આવેલા આણંદ જિલ્લાના વતની પિતા રિક્ષામાં પરત ફરતા હતા ત્યારે માર્ગમાં તેઓને હૃદરોગનો હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યું છે જ્યારે સતાપરમાં ફટાકડા ફોડતા દાઝી ગયેલી તરૃણી પર કાળનો પંજો પડ્યો છે ઉપરાંત નગડીયામાં એક મહિલાને હૃદયરોગ ભરખી ગયો છે.

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી શિવભૂમિ રેસીડેન્સીમાં રહેતા પોતાના વેવાઈને ત્યાં પુત્રીને મૂકવા માટે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મીતલી ગામના ગિરીરાજસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ (ઉ.વ. ૬૫) નામના ગરાસીયા વૃદ્ધ ગઈકાલે આવ્યા હતાં. પોતાના પુત્રીને મૂક્યા પછી પરત જવા માટે આ વૃદ્ધ રિક્ષામાં રવાના થયા ત્યારે રોઝી પેટ્રોલ પંપ પાસે રિક્ષામાં જ તેઓને છાતીમાં દુખાવો ઉ૫ડતા સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ હૃદયરોગનો તીવ્ર હુમલો આ વૃદ્ધને ભરખી ગયો હતો. ઈન્દુબા ચેતનસિંહ રાણાએ પોલીસને જાણ કરી હતી. જમાદાર માધવજીભાઈ નંદાએ મૃતદેહનું પીએમ કરાવ્યું છે.

જામજોધપુર તાલુકાના સતાપર ગામના કાનજીભાઈ જેરામભાઈ સંખેસરીયાની સોળ વર્ષની પુત્રી શિલ્પા ગઈ તા. ૨૭-દિવાળી રાત્રે પોતાના ભાઈ સાથે ઘર પાસે ફટાકડા ફોડતી હતી ત્યારે સળગેલા ફટાકડાથી દૂર જવા માટે આ તરૃણીએ ઠેકડો માર્યો હતો. તેમ છતાં ફટાકડામાંથી નીકળેલી અગનજ્વાળા તે તરૃણીના પહેરેલા કપડામાં અડકી જતા તેણી દાઝી ગઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલી આ તરૃણીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામમાં આવેલા અરજણભાઈ મેણંદભાઈ કારાવદરાના ખેતરમાં શ્રમિક તરીકે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મદનીક ગામના હોશિયાર મશરૃભાઈ પંચોલીના પત્ની સોનુબેન (ઉ.વ. ૩૬) ગઈકાલે બપોરે ખેતરમાં મગફળી વાઢતા હતાં ત્યારે અચાનક ચક્કર આવતા બેશુદ્ધ બની ઢળી પડ્યા હતાં. આ મહિલાને સારવારમાં ખસેડવામાં આવતા તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં પતિ હોશિયાર પંચોલીએ જાહેર કર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription