ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

તમામ સરકારી વિભાગો પર 'ડેશ બોર્ડ' રાખશે નજર

જામનગર તા. ૧૩ઃ ગુજરાત રાજ્યના તમામ સરકારી વિભાગો અને જિલ્લા કચેરીઓને જુલાઈ માસના અંત સુધીમાં સી.એમ. ડેશ બોર્ડ સાથે જોડી દેવામાં આવશે તેવી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ જાહેરાત કરી છે.

સી.એમ. ડેશ બોર્ડ દ્વારા સરકારના પબ્લિક ડીલીંગ વિભાગોનું સીધું મોનીટરીંગ સીએમઓમાં થશે. સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડની કામગીરી કેવી રીતે થશે તે અંગેનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ કર્યું હતું. આ ડેશબોર્ડ પ્રણાલી જુલાઈ માસના અંત સુધીમાં સંપૂર્ણ રીતે સમગ્ર રાજ્યમાં કાર્યરત થશે.

આ સરકારી વિભાગોમાં થતી કામગીરી, હીલચાલ કે બાબુઓની શંકાસ્પદ ફરજો ઉપર મુખ્યમંત્રીનું આ 'ત્રીજુ નેત્ર' સતત વોચ રાખશે. સરકારી બાબુઓ ચેતજો..!!

તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરો, ડીડીઓ, એસ.પી.ઓને દર મહિને દસ મુદ્દાઓ ફોકસ પોઈન્ટ તરીકે આપવામાં આવશે અને તે અંગે તેમના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જેના પરિણામે સારા દેખાવ માટેના તંદુરસ્ત હરિફાઈ થશે તેમજ અધિકારીઓની કાબેલીયતનું મોનીટરીંગ થશે. આ ડેશ બોર્ડમાં હાલ ૧૭૦૦ જેટલા પેરામીટર્સ અને ઈન્ડીકેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ડેશબોર્ડ સરકારનું ત્રીજું નેત્ર બની સરકારી વિભાગોમાં પારદર્શક વહીવટ માટે નિમિત્ત બનશે અને ગુડ ગવર્નન્સનો પ્રયોગ બની રહેશે. આ સર્વેલન્સ સિસ્ટમથી રાજ્યમાં કયા સ્થળે કઈ સ્થિતિ છે તે પણ મુખ્યમંત્રી કક્ષાએથી જાણી શકાય છે. નેશનલ પેરામીટર્સમાં પણ મોનીટરીંગ કરીને ગુજરાત તેમાં અગ્રેસર રહે તે માટે પણ સજ્જ થઈ શકાશે. મોટા પ્રોજેક્ટના અમલીકરણના ફોલોઅપ અંગે પણ આ ડેશબોર્ડ ઉપયોગી થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00