ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

જામનગરમાં આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૃ

જામનગર તા.૧૬ઃ ગુજરાત સરકારનાં વિકસતી જાતિ કલ્યાણ ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની સરકારી આદર્શ નિવાસી શાળા (વિકસતી જાતિ-કુમાર), જામનગરમાં ધો.૯ તથા ધો.૧૧ (આર્ટસ) માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે ગ્રામ્ય વિસ્તારનાં બક્ષીપંચ (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) નાં આર્થિક રીતે નબળા વર્ગનાં હોશિયાર અને જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓને વધુ સારૃં શિક્ષણ મળી રહે તે હેતુથી પ્રવેશ કામગીરી શરૃ કરવામાં આવી છે.

આ અભ્યાક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીને ઘો.૮ કે ઘો.૧૦ માં વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા પ૦% ગુણ તેમજ વિકસતી જાતિ અને આર્થિક રીતે પછાત વર્ગનાં વિદ્યાર્થીઓનાં વાલીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૃા.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૃા.૧,૫૦,૦૦૦ રહેશે. ધો.૯ માં પ્રવેશ માટે તા.૩૦-૦૫-૨૦૧૮ સુધીમાં તેમજ ધો-૧૦નું પરિણામ જાહેર થયા બાદ દસ દિવસમાં અરજીની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.

આ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભણવા, જમવા તથા રહેવાની  તમામ સુવિધા તેમજ સરકારી નિયમોનુસાર પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી, ગણવેશ અને પ્રાથમિક જીવન જરૃરિયાતની વસ્તુઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.

આ શાળાનું માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.૧૦ નું છેલ્લા આઠ વર્ષનું અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધો.૧૨ (આર્ટસ)નું છેલ્લા ત્રણ વર્ષથી પરિણામ સો ટકા આવ્યું છે. તેમ જામનગર, આદર્શ નિવાસી શાળા (વિ.જા.) આચાર્ય કે.આર.કણસાગરા (૦૨૮૮-૨૬૭૦૮૨૦)એ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00