પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

મહારાષ્ટ્રની સનાતન સંસ્થાના પદાધિકારીને ત્યાં એટીએસના દરોડાઃ આઠ બોમ્બ-વિસ્ફોટકો મળ્યા

મુંબઈ તા. ૧૦ઃ મહારાષ્ટ્રની સનાતન સંસ્થાના પદાધિકારીને ત્યાં એ.ટી.એસ. દ્વારા મોડી રાત્રે દરોડો પાડતા આઠ બોમ્બ અને વિસ્ફોટકો મળી આવતા ચકચાર જાગી છે.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસોપારા પશ્ચિમમાં ગુરુવારે રાતે સનાતન સંસ્થાના એક અધિકારીના ઘરેથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા છે. આ કાર્યવાહી મહારાષ્ટ્રના એન્ટી ટરરિસ્ટ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી છે. આ કેસમાં સંસ્થા સાથે જોડાયેલા વૈભવ રાઉતની ધરપકડ કરવામાં આવી છે.

આ સંસ્થાનું નામ ગોવિંદ પાનસેર અને ગૌરી લંકેશની હત્યા સાથે પણ જોડાયેલું છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુરુવારે સાંજે આઠ વાગ્યા પછી એટીએસ દ્વારા વૈભવ રાઉતના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતાં. રાઉતના ઘરેથી આઠથી દસ બોમ્બ મળ્યા છે. ઘરેથી થોડા અંતરે આવેલી તેમની દુકાનમાંથી સલ્ફર અને ડેટોનેટર પણ મળી આવ્યા છે. જપ્ત કરવામાં આવેલા સલ્ફરથી રપ-૩૦ બોમ્બ બનાવી શકાય છે. આ અહેવાલો વહેતા થતા ચકચાર જાગી છે.

સૂત્રો વધુમાં જણાવે છે કે રાઉતના વકીલ સંજીવ પુનાલેકરે કહ્યું છે કે, વૈભવની ધરપકડ વિશે પોલીસે હજી અમને કોઈ માહિતી આપી નથી દેશ અને મહારાષ્ટ્રમાં આ કેવો કાયદો ચાલી રહ્યો છે અમે દરેક પ્રકારના કાયદાકીય પગલાં લઈશું.

બીજી તરફ આ મુદ્દે રાજકીય પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. આ સંસ્થાની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે આ પહેલા પણ ચર્ચાઓ થતી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription