'જીએસટીઆર-૯ અને જીએસટીઆર-૯ સી'ના સરળ ફોર્મ બહાર પાડવામાં અતિશય વિલંબ

નવી દિલ્હી તા. ૮ઃ કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં વેપારીઓએ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટેના ફોર્મ જીએસટીઆર-૯ અને જીએસટીઆર-૯ સી ના સરળ ફોર્મ બહાર પાડવાની જાહેરાત દોઢ મહિના પહેલા કરી હતી, પણ આજ સુધી આ સરળ ફોર્મ બહાર પાડવામાં આવ્યા નથી.

જીએસટીના વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદ્ત ૩૦ નવેમ્બર, ર૦૧૯ છે. આ સંજોગોમાં વેપારીઓને નવા સરળ ફોર્મ હજુ ઉપલબ્ધ નહીં થવાથી વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. નવા સરળ ફોર્મ નહીં મળવાથી વેપારીઓમાં રિટર્ન ફાઈલ કરવાની મુદ્તમાં વધારો થાય તેવી આશા રાખી રહ્યા છે.

જીએસટી કાઉન્સિલની તા. ર૦ સપ્ટેમ્બરે યોજાયેલી મિટિંગમાં રૃપિયા ર કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઓડિટ રિપોર્ટ અને વાર્ષિક રિટર્ન (જીએસટીઆર-૯ અને જીએસટીઆર-૯ સી) ફાઈલ કરવા માટેની મુદ્ત તા. ૩૦ નવેમ્બર સુધી લંબાવાઈ હતી. વાર્ષિક રિટર્ન માટેના ફોર્મ જટિલ હોવાથી તે સરળ બનાવવા માટે જીએસટી કાઉન્સિલમાં નક્કી કરાયું હતું, જો કે લગભગ દોઢ મહિના થવા છતાં અગમ્ય કારણોસર સરળ ફોર્મ બહાર નહીં  પડાતા રિટર્ન ફાઈલ કરવા અંગે વેપારીઓ, ટેક્સ પ્રેક્ટિશનર્સ મુંઝવણમાં મૂકાયા છે. સરકાર ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે, પરંતુ ઓફલાઈન યુટિલિટીમાં એરર આવતી હોવાથી કરદાતાઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit